GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

પાક. સાથે હવે કાશ્મીર નહીં માત્ર પીઓકે અંગે જ વાત થશે : રાજનાથ

પાકિસ્તાન તેની ધરતી પરથી આતંકીઓને સહાય અટકાવે નહીં અને આતંકવાદને દૂર ન કરે ત્યાં સુધી પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારની દ્વિ-પક્ષીય વાટાઘાટો નહીં કરવા પર ભાર મૂકતાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રવિવારે જણાવ્યું હતું કે પાકિસ્તાન સાથે હવે જે પણ કંઈ વાત થશે તે કાશ્મીર અંગે નહીં, પરંતુ માત્ર પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (પીઓકે) અંગે જ વાત થશે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપની જન આશિર્વાદ યાત્રાને લીલી ઝંડી બતવતા પહેલાં રાજનાથ સિંહે એક જાહેર રેલીને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, હવે જો પાકિસ્તાન સાથે વાટાઘાટો થશે તો તે માત્ર પીઓકે અંગે હશે, અન્ય કોઈ મુદ્દા પર વાટાઘાટો નહીં થાય. એટલું જ નહીં પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારની વાટાઘાટો માત્ર ત્યારે જ થશે જ્યારે તે તેની ભૂમિ પરથી ભારતમાં આતંકવાદ ફેલાવવાનું બંધ કરે. 

ભારત અને પાકિસ્તાનના લોકો બંને દેશો વચ્ચે ચર્ચા ઈચ્છે છે તેવા અહેવાલો વચ્ચે રાજનાથે કહ્યું કે આપણે કયા મુદ્દા પર તેમની સાથે ચર્ચા કરવી જોઈએ અને શા માટે કરવી જોઈએ. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો દૂર કરતી બંધારણની કલમ 370ની જોગવાઈઓ અંગેના નિર્ણયથી પાકિસ્તાન હચમચી ગયું છે અને હવે તેને ચિંતા થવા લાગી છે.

હવે તે ભારતીય બંધારણની કલમ 370 દૂર થવા મુદ્દે વિશ્વમાં દરેક દેશોના દરવાજા ખખડાવી રહ્યો છે અને મદદ માગી રહ્યો છે. શું આપણે કોઈ ગૂનો કર્યો છે? અને તેઓ આપણને ધમકીઓ આપી રહ્યા છે. જોકે, વિશ્વમાં સૌથી શક્તિશાળી દેશ અમેરિકાએ પણ પાકિસ્તાનને નિરાશ કર્યું છે અને તેને ભારત સાથે ચર્ચા કરવા જણાવ્યું છે.

રાજનાથે વધુમાં જણાવ્યું કે પાકિસ્તાન આતંકવાદ મારફત ભારતને અસ્થિર કરવા માગે છે. એક વખત પાકિસ્તાન આતંકવાદનો ઉપયોગ કરીને આપણા દેશને નબળો પાડવા માગે છે. પરંતુ આપણા દેશના વડાપ્રધાને તેમને 56 ઈંચની છાતીનું સાહસ બતાવી દીધું છે.  પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અત્યાર સુધી બાલાકોટ હુમલાનો સતત ઈનકાર કરતા આવ્યા છે. તેમણે કહ્યું હતું કે ભારત બાલાકોટ કરતાં પણ વધુ મોટા હુમલાનું આયોજન કરી રહ્યું છે. 

તેનો અર્થ એ છે કે પાકિસ્તાન કબૂલે છે કે બાલાકોટ હવાઈ હુમલો થયો હતો તેમ સંરક્ષણ મત્રાલયે જણાવ્યું હતું. પાકિસ્તાનને અમેરિકા સહિતના દેશોએ ભારત સાથે દ્વિપક્ષીય રીતે વાટાઘાટો કરવા સલાહ આપી છે. તેમણે ઉમેર્યું કે કેટલાક લોકો કહેતા હતા કે 370ને ટચ પણ કરશો તો દેશનું વિભાજન થઈ જશે. ભાજપ ફરી સત્તા પર નહીં આવે, પરંતુ અમે સત્તા માટે નહીં દેશ માટે રાજકારણ કરીએ છીએ.

ઈમરાને પીઓકે અંગે ડર વ્યક્ત કર્યો હતો

પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસે ઈમરાન ખાને ભય વ્યક્ત કર્યો હતો કે ભારત માત્ર કાશ્મીર સુધી જ નહીં અટકે. અમને રિપોર્ટ્સ મળ્યા છે કે તે પીઓકેમાં પણ આવી શકે છે. ઈમરાન ખાને કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ  સર્જાય તો તેના માટે દુનિયા જવાબદાર હશે. પાકિસ્તાન દાવો કરતું રહ્યું છે કે ભારતની એરસ્ટ્રાઈકથી તેને કોઈ નુકસાન નથી થયું. પાકિસ્તાને કહ્યું હતું કે ભારતીય હવાઈ દળના હુમલામાં તેના ક્ષેત્રમાં કેટલાક વૃક્ષો જ તૂટી પડયા હતા. પાકિસ્તાને તે સ્થળ પર કોઈને જવા દીધા નથી.

READ ALSO

Related posts

42 ખાનગી હોસ્પિટલે કોરોનાના દર્દીને આપવી પડશે સારવાર, ના પાડે તો આ અધિકારીને સીધો કરો ફોન

Ankita Trada

ચીન સપ્ટેમ્બરથી એલિયન્સની શોધ માટે આગળ વધશે, લેશે આ સૌથી મોટા ટેલિસ્કોપની મદદ

Harshad Patel

સાઉદી અરબને લાગ્યો 20 વર્ષનો સૌથી મોટો ઝટકો, આ છે કારણ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!