GSTV

ગુજરાતમાં 20 જિલ્લાનું પાણી પીતાં 100 વાર વિચારજો : આ રિપોર્ટે ખોલી છે પોલ, શરીર બગડી જશે

વિધાનસભામાં ચાલી રહેલા ચોમાસુ સત્રમાં સામાજિક ક્ષેત્રના માર્ચ 2018ના કેગના અહેવાલમાં ચોંકાવનારા તારણો સામે આવ્યાં છે. ગુજરાતમાં ગ્રામ્ય પેય જળ પાણી પુરવઠા કાર્યક્રમના અમલીકરણના સંદર્ભમાં કેગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યના 20 જિલ્લાઓમાં પીવાલાયક પાણી જ નથી. કેગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતના 20 જિલ્લામાં ક્ષારનું દૂષણ છે. 17 જિલ્લામાં ક્લોરાઈડ, 6 જિલ્લામાં આર્યન તથા 22 જિલ્લામાં નાઈટ્રેટનું દૂષણ છે. રાજ્યની 10 ટકા વસવાટોમાં પીવાલાયક પાણીના કોઈ સ્ત્રોત નહીં હોવાનો ખુલાસો પણ કર્યો છે.

શું કહે છે કેગનો રિપોર્ટ

કેગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 2013થી 18 દરમયાન પીવાના પાણીનું પરિક્ષણ કરાયું હતું. જેમાં પાણીના 6,29,517 નમુનાઓ લેવામાં આવ્યાં હતા. જેમાંથી 1,15,224 નમુનાઓ રાસાયણીક રીતે અયોગ્ય જણાયા હતાં. આમાંથી 27,269 નમુનાઓમાં ક્લોરાઈડની માત્રા વધારે પ્રમાણમાં મળી આવી હતી. આ જ રીતે પીવાના પાણીની ગુણવત્તાના સંદર્ભમાં પરિક્ષણ કરાયું હતું જેમાં ચોમાસા પૂર્વે 3714 વસવાટોના સ્ત્રોત અયોગ્ય જણાયા હતાં. ચોમાસા પહેલા અને બાદના બેક્ટેરિયોલોજીકલ પરિક્ષણોમાં સામે આવ્યું છે કે, 5,58,156 નમુનામાંથી 31322 નમુનાઓમાં બેક્ટેરિયોલોડજીકલ માપદંડો માટે અયોગ્ય હતાં. જ્યારે 2017-18 દરમયાન પાણીના 1,23,771 નમુનાઓમાંથી 3494 નમુનાઓ અયોગ્ય ઠર્યાં હતાં. 2013થી 2018 દરમયાન 8 ટકા નમુનાઓ નાઈટ્રેટ, ફ્લોરાઈડ, ટીડીએસ વગેરેની વધારે માત્રાના કારણે અયોગ્ય ઠેરવવામાં આવ્યાં હતાં.

લેબોરેટરીએ નિર્ધારિત માપદંડોની ચકાસણી ન કરી

પાણીના પરિક્ષણ માટે ચોક્કસ માપદંડો નિર્ધારીત કરવામાં આવ્યાં છે. પરંતુ ગુજરાતમાં આવેલી લેબોરેટરીઓએ આર્યન તથા આર્સનિકને લગતા પરિક્ષણ જ કરતી ન હતી. કારણ કે, તેમની પાસે આ માપદંડોના પરીક્ષણ કરવા માટેના જરૂરી ઉપકરણો તેમજ રાસાયણો ન હતા. કેગની સમાપન બેઠકમાં અગ્ર સચિવે જણાવ્યું કે, ભવિષ્યમાં ગુજરાતમાં ઓછામાં ઓછા 34 માપદંડોનું પરિક્ષણ થાય તે સુનિશ્ચિત કરાશે.

ઘરોમાં પાઈપ વડે પાણી આપવાના દાવાઓ કેટલા સાચા ?

સરકારે દાવો કર્યો છે કે, 35996 વસવાટોમાંથી 33044 વસવાટોને સુવિધા ઉપલબ્ધ હતી. કેગમાં બહાર આવ્યું કે, 78 પૈકી 64 વસવાટોમાં જ આ સુવિધાઓ હતી. જે પૈકી 32 વસવાટોમાં ચકાસણી કરતા પાઈપથી પાણી આપવાની સુવિધા બંધ હતી. સમગ્ર દેશની સ્થિતિએ ગુજરાતના 91.11 ટકા વસવાટોને પાઈપ પડે પાણી પૂરવઠાની સુવિધા ઉપલબ્ધ હતી.

આ જિલ્લાઓના પાણીમાં નાઈટ્રેટ-ફ્લોરાઈટનું દૂષણ સૌથી વધુ

પરિક્ષણ કરાયેલા નમુનાઓમાં નાઈટ્રેટ તથા ફ્લોરાઈટનું એકદંરે દૂષણ 11.89 ટકા અને 4.33 હતું. ગુજરાતમાં નાઈટ્રેટના ઉંચા દૂષણવાળા જિલ્લાઓમાં છોટા ઉદેપૂર, દાહોદ, બનાસકાંઠા, પંચમહાલ તથા વડોદરાનો સમાવેશ થાય છે. આ જ રીતે ફ્લોરાઈડના દૂષણથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત જિલ્લાઓમાં દાહોદ, છોટા ઉદેપૂર પંચમહાલ, બનાસકાંઠા તથા ખેડાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Related posts

હવે ઉઘાડું પડશે ચીન: વુહાન વાયરોલોજી લેબની પોલ ખુલી, ચામાચીડિયા પર રિસર્ચને લઈને અમેરિકાના સવાલ

Pritesh Mehta

ગુજરાતને ભેટ/ સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર દેશ સાથે જોડાશે, પીએમ મોદી આજે 8 ટ્રેનોને આપશે લીલી ઝંડી

pratik shah

હિમવર્ષા અને કોલ્ડવેવ વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા, 4.1ની તીવ્રતાએ ધરા ધ્રુજી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!