18 રાજયોમાં કુલ 51 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપ અને તેના સાથી પક્ષોનો 26 બેઠકો પર વિજય થયો છે. કોંગ્રેસનો 12 બેઠકો પર વિજય થયો છે. જ્યારે બિહારમાં અસદુદ્દીન ઔવેસીની એઆઇએમઆઇએમનો એક બેઠક પર વિજય થયો છે. સોમવારે લોકસભાની બે બેઠકો ઉપર પણ પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. બિહારમાં સમસ્તિપુર લોકસભા બેઠક પર લોક જનશક્તિ પાર્ટીના પ્રિન્સ રાજનો વિજય થયો છે. જ્યારે મહારાષ્ટ્રની સતારા લોકસભા બેઠક પર એનસીપીના શ્રીનિવાસન દાદાસાહેબ પાટીલનો વિજય થયો છે.

ઉત્તર પ્રદેશમાં 11 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ભાજપને સાત, સપાને ત્રણ તથા ભાજપના સહયોગી અપના દળને એક બેઠક મળી છે. સપાએ ઝૈદપુર બેઠક ભાજપ અને જલાલપુર બેઠક બસપા પાસેથી આંચકી લીધી છે જ્યારે રામપુર બેઠક જાળવી રાખી છે.બિહારમાં પાંચ વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં શાસક પક્ષ જદ(યુ)ને આંચકો લાગ્યો છે. જદ(યુ)નો ફક્ત એક જ બેઠક પર વિજય થયો છે. રાજદને બે, અપક્ષને એક અને એઆઇએમઆઇએમને એક બેઠક મળી છે. તમિલનાડુમાં યોજાયેલી વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણીમાં એઆઇડીએમકેનોિ વિજય થયો છે.


કેરળમાં પાંચ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી થઇ હતી. જેમાં સીપીઆઇ(એમ)નો બે, કોંગ્રેસનો બે તથા ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગનો એક બેઠક પર વિજય થયો છે. ગુજરાતમાં વિધાનસભાની છ બેઠકો પર પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ત્રણ પર કોંગ્રેસ અને ત્રણ પર ભાજપનો વિજય થયો છે.
વિધાનસભાની પેટાચૂંટણીમાં ક્યા પક્ષને કેટલી બેઠકો મળી?
પક્ષ | મળેલી બેઠકો |
ભાજપ | ૧૫ |
કોંગ્રેસ | ૧૨ |
સપા | ૩ |
અપક્ષ | ૩ |
રાજદ | ૨ |
સીપીઆઇ(એમ) | ૨ |
એઆઇએડીએમકે | ૨ |
એઆઇયુડીએફ | ૧ |
એઆઇએેમઆઇએેમ | ૧ |
જદ(યુ) | ૧ |
આઇયુએમએલ | ૧ |
યુડીપી | ૧ |
બીજેડી | ૧ |
એસએડી | ૧ |
આરએલપી | ૧ |
ટીઆરએસ | ૧ |
અપના દળ | ૧ |
READ ALSO
- ઘર્ષણ/ બંગાળમાં BJPના રોડ શો પર પથ્થરમારો: ભાજપ પ્રમુખ દિલિપ ઘોષ માંડ માંડ બચ્યા, જોઈ લો આ વીડિયો
- હવે Dettolથી પણ તપાસી શકશો pregnancy test, જાણો કેવી રીતે જાણી શકાશે તેનું રિઝલ્ટ
- હોસ્પિટલના વોર્ડબોયનું કોરોના રસી લીધા બાદ મોત : સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યો આ ખુલાસો, પરિવારનો વેક્સિનથી મોતનો આક્ષેપ
- અમદાવાદ: રસી લેનાર લાભાર્થીઓમાં ન મળી કોઈ આડઅસર, મેડિકલ કાઉન્સિલના પ્રમુખે કરી GSTV સાથે ખાસ વાત
- શું સાચે જ ચંદ્ર પરની જમીન ખરીદી શકાય છે? સસ્તી કિંમતે લોકો કરી રહ્યાં છે પ્લૉટ્સની બુકિંગ…