GSTV

હેલ્થ/ ગેસ નહીં આ કારણે પણ થાય છે પેટ ફુલવાની સમસ્યા, જાણો કેવી રીતે દૂર થશે આ પ્રોબ્લેમ

પેટ

Last Updated on December 1, 2021 by Bansari

કેટલીકવાર કંઈક ખાધા પછી તમારું પેટ ફૂલવા લાગે છે. આનાથી ઘણી તકલીફ થાય છે અને તમે લાંબા સમય સુધી પરેશાન રહો છો. નિષ્ણાતોના મતે, આ ઘણા કારણોસર થાય છે અને તેને ઠીક કરવા માટે, તમારે તમારી ખાવાની આદતો બદલવી પડશે. જાણો ક્યા કારણે થાય છે બ્લોટિંગ એટલે કે પેટ ફૂલવાની સમસ્યા.

ઉતાવળમાં ખાવાની આદત

ઉતાવળમાં ખાવાની આદત તમને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં, ઘણી વખત તમે ખોરાક સાથે હવા લો છો અને આ હવા ફેફસામાં નથી જતી અને અન્નનળીમાં જાય છે અને પછી પેટમાં જાય છે. આનાથી બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે. આરામથી બેસો અને ખોરાકને સારી રીતે ચાવો.

કાર્બોનેટેડ ડ્રિંક

ભોજન સાથે કોક અથવા કોઈપણ કાર્બોનેટેડ ડ્રિંક પીવાની આદત પણ તમને નુકસાન પહોંચાડે છે. કાર્બોનેટેડ ડ્રિંકમાં કાર્બન ડાયોક્સાઇડ હોય છે, જે પેટનું ફૂલવાનું કારણ બને છે. આર્ટિફિશિયલ સ્વીટનર્સના કારણે પણ પેટ ફૂલે છે કારણ કે આ વસ્તુઓ સરળતાથી પચી શકાતી નથી. પુષ્કળ માત્રામાં પાણી પીવો. આ સિવાય બ્લેક, ગ્રીન અને હર્બલ ટી પીવાથી પણ પાચનમાં સુધારો થશે.

પીરિયડ્સ

સ્ત્રીઓમાં, પીરિયડ્સને કારણે પેટ ફૂલવાની સમસ્યા થઇ શકે છે. બ્લોટિંગની સમસ્યા પીરિયડ શરૂ થાય તે પહેલા અને પીરિયડ દરમિયાન થાય છે. આ દરમિયાન, વધુ પડતું મીઠું, પ્રોસેસ્ડ શુગર અને રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સવાળી વસ્તુઓ ન ખાઓ. તેના બદલે પોટેશિયમથી ભરપૂર વસ્તુઓ, શક્કરિયા, પાલક, કેળા, એવોકાડો અને ટામેટાંનો ડાયેટમાં સમાવેશ કરો.

લેક્ટોઝ ઇંટોલરેંસ

લેક્ટોઝ ઇંટોલરેંસને કારણે પણ પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે. જો તમને ડેરી પ્રોડક્ટથી એલર્જી હોય તો આવી વસ્તુઓ ખાવાનું ટાળો.

ડાયજેસ્ટિવ સિસ્ટમ સાથે સંબંધિત સમસ્યાઓ

Irritable bowel syndromeની સ્થિતિમાં કબજિયાત, ડાયેરિયા, પેટનું ફૂલવું અને પેટમાં દુખાવો પણ થાય છે. આવી સ્થિતિમાં ડુંગળી અને લસણ જેવી વસ્તુઓ ન ખાઓ કારણ કે, તેનાથી તમારી સમસ્યા વધી શકે છે. થોડા થોડા સમયના અંતરે થોડી માત્રામાં ખાઓ. તમને પેપરમિન્ટ ટી અને પ્રોબાયોટિક સપ્લીમેન્ટ્સથી ફાયદો થશે.

પેટ

ફ્રુક્ટોઝ

હાઇ ફ્રુક્ટોઝ ફૂડ ખાવાથી પેટ ફૂલી શકે છે. આ મોટે ભાગે ફ્રુક્ટોઝની એલર્જીને કારણે છે. પીયર્સ, ચેરી, પીચીસ, ​સફરજન, પ્લમ અને તરબૂચ જેવી હાઇ ફ્રુક્ટોઝ વાળી વસ્તુઓ ખાવાનું ટાળો. મધ, આઈસ્ક્રીમ અને ચોકલેટ જેવી વસ્તુઓમાં પણ ફ્રુક્ટોઝનું પ્રમાણ વધુ હોય છે.

celiac ડિસિસ

આ એક Auto-Immune કંડીશન છે. આ સ્થિતિમાં, જ્યારે તમે ગ્લુટેન ધરાવતી વસ્તુઓ ખાઓ છો, ત્યારે તમારી રોગપ્રતિકારક શક્તિ તેના પોતાના ટિશ્યુ પર એટેક કરે છે. તે નાના આંતરડાને નુકસાન પહોંચાડે છે જેથી આંતરડા પોષક તત્વોને શોષવામાં અસમર્થ હોય છે. તેનાથી ગેસ અને પેટનું ફૂલવુંની સમસ્યા થઈ શકે છે. જો તમને ગ્લૂટનથી એલર્જી હોય, તો ગ્લુટેન વાળી વસ્તુઓ ન ખાઓ. તેના લક્ષણોને દૂર કરવા માટે આદુની ચા પીવો.

દવાઓના કારણે

કેટલીક દવાઓના કારણે તમને પેટ ફૂલવાની પણ સમસ્યા થઈ શકે છે. Laxatives, antacids, antibiotics, antidepressants, statins અને type 2 Diabetesની દવાઓ પેટ ફૂલવાનું કારણ બની શકે છે. મલ્ટિવિટામિન્સમાં શુગર અને અન્ય ઇન્ગ્રિડિએન્ટ્સ હોય છે જે કેટલાક લોકો પચાવી શકતા નથી. તેનાથી ગેસ અને પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે.

Read Also

Related posts

પૃથ્વીથી 379 પ્રકાશ વર્ષ દૂર ગુરૂ કરતાં ત્રણ ગણો મોટો ગ્રહ મળ્યો, વિજ્ઞાાનીએ વિશિષ્ટ એકઝોપ્લેનેટ શોધ્યો

Damini Patel

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ અને સૈન્ય વચ્ચે ભારે ઘર્ષણ, બે આતંકી ઠાર, સરહદેથી પાક.નો ઝંડો જપ્ત

Damini Patel

કડાકો/ ક્રીપ્ટોમાં અધધ કરોડ સાફ, ટોચની 100 કરન્સીમાંથી 94માં સાત દિવસથી સતત ઘટાડો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!