GSTV

MP result : કમલનાથ નહીં પરંતુ કમળનો ચાલી ગયો જાદુ, મધ્યપ્રદેશમાં શિવરાજસિંહની સરકાર નહીં હલે !

Last Updated on November 10, 2020 by Karan

મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર બન્યા પછી સિંધિયા સાથે મતભેદ બાદ 28 ધારાસભ્યોના રાજીનામા પડતાં કમલનાથ સરકાર લઘુમતિમાં આવી જતાં સત્તા છોડવી પડી હતી. જે પછી બીજેપી શિવરાજસિંહ સત્તાના સિંહાસન પર બેઠા. મધ્ય પ્રદેશમાં હાલ 28 વિધાનસભાની પેટાચૂંટણી વખતે લોકોમાં એવો પણ મત હતો કે શું પેટા ચૂંટણી મધ્યપ્રદેશમાં કમલનાથને પાછી લાવશે કે પછી કમળની સાથે લોકો જશે. પરંતુ તેના સ્પષ્ટ પરિણામો ગણતરીના સમયમાં આવશે. પરંતુ હાલમાં ચાલી રહેલી મત ગણતરી મુજબ શિવરાજસિંહનું સિંહાસન નહીં ડગે. હાલમાં 24 સીટોની ગણતરીમાં 17 સીટો પર બીજેપી લીડ કરી રહી છે.

17 સીટો પર બીજેપી કરી રહી છે લીડ, 7માં કોંગ્રેસને મળી રહ્યો છે સાથ

મધ્યપ્રદેશમાં 28 વિધાનસભા સીટો માટે મત ગણતરી ચાલુ થઈ ગઈ છે. જેમાં 28માંથી 24 સીટોમાં ટ્રેન્ડિગ સામે આવી ચૂક્યા છે. જેમાં 17 સીટો પર બીજેપી ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. જ્યારે 7 સીટો પર કોંગ્રેસના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. આઈટમ જેવા વિવાદાસ્પદ નિવેદનોથી ચર્ચામાં આવેલા ગ્વાલિયરની ડબરા સીટના બીજેપી ઉમેદવાર શરૂઆતી ટ્રેન્ડમાં ઈમરતી દેવીએ તેમની લીડ બનાવી રાખી છે. ત્યાં મધ્યપ્રદેશમાં હાટ પિપલ્યા એક માત્ર સીટ છે જ્યાં શરૂઆતી ટ્રેન્ડમાં કોંગ્રેસને લીડ મળી રહી છે. અહીં કોંગ્રેસી ઉમેદવાર રાજવીર સિંહ બધેલ બીજેપી ઉમેદવાર મનોજ ચોધરીથી આગળ ચાલી રહ્યા છે.

કોવિડ 19ની તમામ ગાઈડલાઈનના પાલન સાથે થઈ રહી છે મતગણતરી

મતગણતરી કેન્દ્રો પર કોવિડ 19 ગાઈડલાઈનનું પાલન કરતાં સુરક્ષાની તમામ ચીવટો સાથે ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. જેમાં 28 સીટો પર 355 ઊમેદવારો ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. જેમાં થોડા જ સમયમાં બધાના પરિણામો નજર સામે આવી જશે.

મહેગાવમાં  કોંગ્રેસ તો ગોહદમાં બીજેપી આગળ

મેહગાવ વિધાનભવનના પહેલા રાઉન્ડમાં કોંગ્રેસના હેમંત કટારે બીજેપીના ઓપીએસ ભદોરિયાથી 1210 વોટથી આગળ ચાલી રહ્યા છે. ગોહદમાં પહેલા રાઉન્ડમાં કોંગ્રેસના મેવારામ જાદવ 1930 વોટ મળ્યા જ્યારે બીજેપીના રણવીર જાટવ 2093 વોટ મળતાં બીજેપી 163 વોટથી લીડ કરે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

બાંગ્લાદેશ-પાકિસ્તાન મેચમાં મોટી દુર્ઘટના: બાંગ્લાદેશી બેટ્સમેનના માથામાં વાગી શાહીન આફ્રિદીની બોલ, ડેબ્યૂ મેચમાં જ થઈ આવી હાલત

Zainul Ansari

Sovereign gold bond scheme : આજથી ખુલી છે સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ પરંતુ શું તમે જાણો છો તેના ફાયદા, અહીં જાણો બધું

Vishvesh Dave

રાજકીય હલચલ / હરિયાણાના મુખ્યમંત્રીને મળ્યા કેપ્ટન અમરિંદરસિંહ, અનેક મહત્વના મુદ્દે થઈ ચર્ચા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!