આજના સમયમાં આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. સરકારીથી લઈને ખાનગી સંસ્થાઓ સુધીના અનેક કામોમાં આધાર કાર્ડ જરૂરી છે. પરંતુ આપણામાંથી મોટાભાગના લોકો એવા છે જેઓ આધાર કાર્ડ પરના ફોટાથી ખુશ નથી. ક્યારેક લોકોના મજાક પણ ઉડાવામાં આવે છે. જો તમે પણ એવા લોકોમાંથી છો કે જેઓ આધાર કાર્ડમાં રહેલા ફોટોથી ખુશ નથી અને તેને બદલવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને જણાવી દઈએ કે તમે સરળતાથી ફોટો બદલી શકો છો.

UIDAI ફોટો અપડેટ કરવા માટે આપે છે પરમિશન
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) આધાર કાર્ડ ધારકોને આધાર કાર્ડ પર તેમનો ફોટોગ્રાફ અપડેટ કરવાની મંજૂરી આપે છે. અહીં અમે તમને આધાર કાર્ડમાં સારો ફોટો લગાવવાની સરળ રીત જણાવી રહ્યા છીએ. કાર્ડધારકો તેમના નજીકના આધાર રજીસ્ટ્રેશન સેન્ટરની મુલાકાત લઈને આ કામ કરી શકે છે. તો ચાલો જાણીએ શું છે આ પ્રોસેસ…

અહીં જાણો આધાર કાર્ડમાં ફોટો બદલવાની પ્રોસેસ
- સૌપ્રથમ તમારે UIDAI વેબસાઇટ uidai.gov.in પર લોગ ઓન કરવું પડશે અને આધાર એનરોલમેન્ટ ફોર્મ ડાઉનલોડ કરવું પડશે.
- આ આધાર રજીસ્ટ્રેશન ફોર્મ ભરો અને તેને નજીકના આધાર રજીસ્ટ્રેશન સેન્ટર પર સબમિટ કરો.
- હવે કર્મચારી તમારી બાયોમેટ્રિક ડિટેલ્સ આધાર એનરોલમેન્ટ સેન્ટર પર લેશે.
- હવે આધાર એનરોલમેન્ટ સેન્ટરનો કર્મચારી તમારો ફોટો લેશે.
- હવે આધાર રજીસ્ટ્રેશનના કર્મચારી ફી તરીકે રૂ.25+GST લઈને તમારા આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરશે.
- આધાર એનરોલમેન્ટ સેન્ટરનો કર્મચારી તમને URN સાથે એક સ્લિપ પણ આપશે.
- તમારા આધાર કાર્ડનો ફોટો બદલાયો છે કે નહીં તે ચેક કરવા માટે તમે આ URN નો ઉપયોગ કરી શકો છો.
- આધાર કાર્ડનો ફોટો અપડેટ થયા પછી, નવા ફોટા સાથે અપડેટેડ આધાર કાર્ડ UIDAI વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે.
Read Also
- શેરબજારોમાં દૈનિક સરેરાશ કેશ વોલ્યુમ્સમાં છેલ્લા ૧૧ વર્ષમાં સૌથી મોટો ઘટાડો
- BIG NEWS: દિલ્હીમાં PM મોદીના વિરોધમાં ‘Poster War’ પોલીસે દાખલ કરી 44 FIR
- અમેરિકા તથા યુરોપમાં બેન્કોમાં નબળાઈની અસર આઇટી સેક્ટરમાં મોટાપાયે જોવા મળશે, આવું છે કારણ
- સોનામાં રેકોર્ડ તેજીના વળતા પાણી ક્રૂડતેલના ભાવ જો કે ફરી ઉંચકાયા
- વૈશ્વિક સ્તરે હાલમાં સર્જાયેલી નાણાંકીય અસ્થિરતાના ભારત પર મોટા પરિણામો જોવા નહીં મળે : RBI