મનિષ સિસોદિયા સામે સીબીઆઈએ દિલ્હી સરકારના ફીડબેક યુનિટમાં કથિત ભ્રષ્ટાચાર અંગે નવો કેસ નોંધતાં સિસોદિયાની જેલમાંથી મુક્તિનો માર્ગ અઘરો બન્યો છે. સીબીઆઈનો દાવો છે કે, ગેરકાયદેસર રીતે ફીડબેક યુનિટને બનાવવાથી સરકારી તિજોરીને 36 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. ફીડબેક યુનિટ પર વિરોધ પક્ષના નેતાઓ, અધિકારીઓ અને ન્યાયતંત્ર સાથે સંકળાયેલાં લોકોની જાસૂસીનો પણ આરોપ છે.

સીબીઆઈએ આ મુદ્દે અરવિંદ કેજરીવાલને બદલે સિસોદિયા સામે કેમ કેસ નોંધ્યો એ સવાલ થઈ રહ્યો છે. દિલ્હી સરકારના વડા તરીકે સરકાર દ્વારા લેવાતા નિર્ણયોની જવાબદારી મુખ્યમંત્રીની છે. તેના બદલે સીબીઆઈ સહિતની એજન્સીઓ નાયબ મુખ્યમંત્રીને નિશાન બનાવી રહી છે. ભાજપે આ કેસમાં કેજરીવાલને આરોપી બનાવવાની માગ કરી છે પણ સીબીઆઈ ચૂપ છે. કોંગ્રેસે જાસૂસીને આંતરિક સુરક્ષાનો મામલો ગણાવીને અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ લગાવવા માંગ કરી છે. વિશ્લેષકોના મતે, કેજરીવાલને ટાર્ગેટ કરવાથી રાજકીય નુકસાનનો ખતરો હોવાથી કેન્દ્ર સિસોદિયાને નિશાન બનાવી રહી છે.
READ ALSO…
- મોટા સમાચાર / રાજ્યમાં બિન હથિયારધારી 242 PSIને PI તરીકે અપાઈ બઢતી, જુઓ કોને અપાયું પ્રમોશન
- બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી
- સુરતમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં : શહેરમાંથી 17 જગ્યાએથી ઘીના નમુના લઈને તપાસ અર્થે મોકલાયા
- આને કહેવાય માનવતા / સુરતમાં ટ્રાફિકમાં ફસાયેલી 108 એમ્બ્યુલન્સને તડકામાં દોઢ કિલોમીટર દોડીને યુવકે રસ્તો કરી આપ્યો
- મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે