GSTV
India News Trending

તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ

લંડનમાં યોજાયેલી ‘આઇડિયાઝ ફોર ઇન્ડિયા કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ શુક્રવારે જણાવ્યું હતું કે, તમને યુરોપીય બ્યુરોક્રેટ્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ભારતીય વિદેશ સેવા તદ્દન બદલાઈ ગઈ છે. તેઓ કશું સાંભળતા નથી તે હુકમોનું પાલન કરે છે તેઓ ઘમંડી બની ગયા છે.’ તેના ઉત્તરમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે ટ્વિટ કર્યું હતું કે, ‘ભારતીય વિદેશ સેવા બદલાઈ ગઈ છે પરંતુ તેમાં ઘમંડ નથી આત્મવિશ્વાસ છે અને આત્મવિશ્વાસથી તેઓ અન્યોની દલીલોનો વળતો જવાબ આપે છે.’

‘હા ભારતીય વિદેશ સેવા બદલાઈ ગઈ છે આદેશોનું પાલન કરે છે તેઓ અન્યોની દલીલોનો પ્રત્યુત્તર આપે છે પરંતુ તેમાં ઘમંડ નથી તેને ઘમંડ ન કહી શકાય. તે આત્મવિશ્વાસ કહેવાય, રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કહેવાય.’

એસ. જયશંકર પૂર્વ IFS અધિકારી છે અને ૨૦૧૫-૨૦ સુધી તેઓ વિદેશમંત્રી પદે પણ હતા.

રાહુલ ગાંધીએ તે પરિષદમાં ભારતની લોકશાહીને ‘વૈશ્વિક જાહેર હિત’ સમાન ગણાવતા અનેક બાબતોએ તેણે કરેલા પ્રદાનનો ઉલ્લેખ કર્યો હતો.

રાહુલે વધુમાં કહ્યું હતું કે, અમે માત્ર ભાજપ સામે જ  લડતા નથી તે હવે શુદ્ધ રાજકીય યુદ્ધ નથી રહ્યું. ભાજપે મીડીયા ઉપર ૧૦૦% કાબુ જમાવી દીધો છે. કોંગ્રેસ, ભારત પાછું મેળવવા માંગે છે. તે હવે સૈદ્ધાંતિક યુદ્ધબની રહ્યું છે. રાષ્ટ્રીય સ્તરે આદર્શ અને સિદ્ધાંતોનું યુદ્ધ બની રહ્યું છે.

આ પરિષદમાં ભારતના ઘણાએ વિપક્ષી નેતાઓ ઉપસ્થિત રહ્યા છે. તેમાં સીતારામ યેચુરી (CPI-M), તેજસ્વી યાદવ (રા.જ.દ.) અને તૃણમૂલ કોંગ્રેસના માહુઆ મોઇત્રા પણ ઉપસ્થિત હતા.

MUST READ:

Related posts

આ નિયમ સાથે પ્રગટાવો દીવો, તમારી તમામ મનોકામના થશે પૂર્ણ

Hemal Vegda

રોહિત શર્માની કેપ્ટનશીપ ભયમાં/ ટી20ની કપ્તાનીમાંથી હટાવી શકાય છે રોહિત શર્મા, આ દિગ્ગજે કર્યો મોટો દાવો

HARSHAD PATEL

ગેરંટી વિના લોન આપી રહી છે સરકાર, સમયપર ચુકવણી કરવાથી આગળ 5 ગણી વધુ રકમનો મળશે લાભ

HARSHAD PATEL
GSTV