દરેક ગામ, શહેર અને કસ્બામાં ભૂતના વહેમવાળી જગ્યા હોય છે જયાં જવાથી લોકો ડરતા હોય છે. ભૂત હોય છે કે નહી એ મહત્વનું નથી પરંતુ એવી કોઇ છાયા કે નેગેટિવ શકિત હોય છે જેનાથી ભલભલા ડરી જતા હોય છે એવું ઘણા લોકો માને છે.

ભારતમાં એક રેલવે સ્ટેશન છે જયાં છેલ્લા 50 વર્ષથી ટ્રેન ઉભી રહેતી નથી. જંકશન પરથી એક પણ મુસાફરે ઉતરવાની હિંમત કરી નથી. આ સ્થળ કોલકતાથી 260 કિમી દૂર આવેલું છે જેનું નામ બેગનકોડાર છે. આ સ્ટેશન પર સફેદ સાડી પહેરીને ચુંડેલ ફરતી હોવાનું લોકો વર્ષોથી માને છે. આથી સ્ટેશન ખંડર અને બિહામણું બની ગયું છે.
દિવસે કેટલાક કુતુહલવશ ખંડર હાલતમાં જોવા મળતા સ્ટેશન પર આવે છે પરંતુ રાત્રે અહીં આવવાની કોઇ હિંમત કરતું નથી. આ સ્થળે આવનારા દરેકને મગજમાં ભાર રહેતો હોય તેવું ફિલ થવા માંડે છે. પ્રાપ્ત માહિતી મુજબ બેગનકોડાર સ્ટેશન 1962માં બન્યું હતું. લોકોને તાતી જરુરીયાત હોવાથી રેલવે વિભાગે શરુ કર્યુ પરંતુ માત્ર પાંચ જ વર્ષમાં ઉજજડ બની ગયું. 1967માં પહેલીવાર ભૂત દેખાતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી પેસેન્જરની સંખ્યામાં ઘટાડો થવા માંડયો હતો.
લોકો આવે કે ના આવે રેલવેમાં નોકરી કરનારાએ ફરજ પર આવ્યા વિના છુટકો જ ન હતો. એવું માનવામાં આવે છે કે સ્ટેશન રેલવેલાઇન પાસે સફેદ પોષાક પહેરીને ઉભેલી એક મહિલા જોઇ હતી. એ જોઇ કે ના જોઇ સ્ટેશન માસ્તરના રામ રમી ગયા હતા. કેટલાક માને છે કે મહિલાની ટ્રેનમાં કપાવાથી મુત્યુ થયું હતું આ મહિલા જ રાત્રે પ્લેટફોર્મ પર નાચતી હોય છે.
કેટલાક સમય તો સ્ટેશનનો હોલ્ટ તરીકે ઉપયોગ થવા લાગ્યો પરંતુ કર્મચારી ટ્રેન રોકતા અને ગાર્ડ ઝંડી બતાવવાની નોકરી કરતા ડરતા લાગ્યા આથી છેવટે હોલ્ટ તરીકે પણ ઉપયોગ કરવાનું બંધ કરવામાં આવ્યું. બેંગ્લોરની પેરાનોર્મલ રિસર્ચ ટીમે આ સ્થળે રાત ગુજારી હતી પરંતુ કોઇ અનુભવ ન થતા અફવા ગણાવી હતી.
MUST READ:
- 11 દોષિતોને મુક્ત કરાયા બાદ બિલકિસ બાનોની આવી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
- ફિનલેન્ડના પીએમનો મિત્રો સાથે ઠુમકા લગાવતો વાડિયો વાયરલ, રાજીનામાની માંગ
- મેળામાં મોત / લોકમેળામાં વીજ કરંટ લાગતા બે લોકોના મોત, ભાજપ સાંસદે ખુલ્લો મુક્યો હતો મેળો
- અમદાવાદ / ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં છોડાયુ પાણી, કાંઠાના વિસ્તારોને કરાયા એલર્ટ
- જેને અડવાણીએ એક સમયે મોદી કરતા બહેતર ગણાવ્યા હતા એ શિવરાજસિંહને સંસદીય બોર્ડમાંથી હટાવાયા