GSTV

મોદી સરકારના મંત્રીએ અયોધ્યા મુદ્દે જમિયતની ઝાટકણી કાઢી કહ્યું દેશના મુસ્લિમો માટે બાબરી નહીં બરાબરી વાસ્તવિક મુદ્દો

Last Updated on December 2, 2019 by Mayur

કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી સાઉદી અરબ પહોંચ્યા છે. જ્યાં ઉમરા કર્યા પછી તેમણે રામ મંદિર મુદ્દે ઓલ ઈન્ડિયા પર્સનલ લો બોર્ડ અને જમિયત ઉલેમા-એ-હિંદની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટના ચૂકાદાથી વિવાદનો અંત આવી ગયો છે. મુસ્લિમો માટે માત્ર બાબરી જ એક મુદ્દો નથી. તેમના વાસ્તવિક મુદ્દા આર્થિક અને સામાજિક સ્તર પર બરાબરી છે. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ તેમના ટ્વીટર એકાઉન્ટ પરથી ઉમરા કરવાનો એક વીડિયો ટ્વીટ કર્યો અને લખ્યું, આજે મક્કા મુકર્રમામાં ઉમરા કર્યા. આ સાથે રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે નકવીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચૂકાદાથી આ વિવાદનો ઉકેલ આવી ગયો છે.

તેમણે સુપ્રીમના ચૂકાદા વિરૂદ્ધ પુન: સમિક્ષા અરજી દાખલ કરવાના ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને જમીયત ઉલેમા-એ-હિંદના ચૂકાદાની ટીકા કરી હતી. નકવીએ કહ્યું કે મુસ્લીમો માટે માત્ર બાબરી જ એક મુદ્દો નથી, પરંતુ આર્થિક અને સામાજિક સ્તર પર બરાબરી કરવી એ વાસ્તવિક મુદ્દો છે. દરમિયાન લખનઉમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે રવિવારે દાવો કર્યો હતો કે દેશમાં 99 ટકા મુસ્લિમો અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાની પુન: સમિક્ષા અરજી દાખલ કરવા માગે છે. રામજન્મ ભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદમાં એઆઈએમપીએલબી પક્ષકાર નથી.

જોકે, તેણે અગાઉ કહ્યું હતું કે 9મી ડિસેમ્બર સુધીમાં તેઓ સુપ્રીમના ચુકાદા વિરૂદ્ધ પુન: સમિક્ષા અરજી કરશે. એઆઈએમપીએલબીના મહામંત્રી મૌલાના વલિ રહેમાનીએ જણાવ્યું હતું કે, મુસ્લિમોને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે તેથી જ તેઓ પુન: સમિક્ષા અરજી દાખલ કરવામાં આવશે. જોકે, અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી મુસ્લિમોનો વિશ્વાસ નબળો થયો છે. દેશમાં 99 ટકા મુસ્લિમો પુન: સમિક્ષા અરજીની તરફેણમાં છે. તેમણે દાવો કર્યો હતો કે અયોધ્યા વિવાદમાં જે પક્ષકારો પુન: સમિક્ષાનો વિરોધ કરી રહ્યા છે તેઓ ભયભીત છે.

READ ALSO

Related posts

આર્યન ખાન ડ્રગ્સ કેસ/ સમીર વાનખેડે-એનસીપી નેતા આમને-સામને, NCB અધિકારી કથિત આરોપોને લઈને કરશે કાનૂની કાર્યવાહી

Pritesh Mehta

કાર્યવાહી / આતંકવાદને પાલન-પોષણ આપવાની ઇમરાન ખાનને મળી સજા, FATFની ગ્રે લિસ્ટમાં યથાવત પાકિસ્તાન

Zainul Ansari

રસીકરણ / દેશના 51 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામા ભારત સફળ, જાણો ક્યારે થશે આખો દેશ સંપૂર્ણપણે વેક્સીનેટ…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!