GSTV

કોરોનાને લઈ રાજ્યો બેદરકાર, મોદી સરકારની તૈયારીની ખુલી ગઈ પોલ

Last Updated on March 28, 2020 by Pravin Makwana

કોરોના વાયરસ સામે લડી રહેલી સરકાર અને તંત્ર સામે પડકારો કંઈ ઓછા નથી. કેન્દ્ર સરકારે લોકડાઉનનુ એલાન કર્યુ છે, પણ વિદેશથી પાછા ફરેલા લોકોમાંથી તમામની મેડિકલ ચકાસણી થઈ નથી અને તમામ લોકો પર વોચ પણ રાખવામાં આવી રહી નથી. છેલ્લા 2 મહિનામાં વિદેશથી પરત ફરેલા લોકોની Covid-19 ની તપાસમાં ગેરજવાબદારી સામે આવી છે.

15 લાખ લોકો વિદેશથી પરત ફર્યા

સરકારના કેબિનેટ સેક્રેટરી રાજીવ ગાબાએ રાજ્યોને આ અંગે પત્ર લખીને જાણકારી આપી છે કે, તાજેતરમાં દેશમાં 15 લાખ લોકો વિદેશથી પરત ફર્યા છે. પરંતુ શું તમામની મેડિકલ તપાસ થઈ છે, તમામ પર નજર રખાઈ રહી. જે લોકોની તપાસ થઈ છે અને જે લોકોને વોચમાં રખાયા છે તેમની સંખ્યા અને વિદેશથી પરત આવનારાઓની સંખ્યામાં ઘણો તફાવત છે. તેમનુ કહેવુ છે કે, કેન્દ્ર સરકારે ઘણી વખત રાજ્યોનુ આ બાબતે ધ્યાન દોર્યુ છે કે, વિદેશથી પરત ફરનાર લોકોની તપાસ થાય તે બહુ જરુરી છે. નહીતર કોરોનાને રોકવાના પ્રયાસો પર ગંભીર અસર પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી મોટા ભાગના વિદેશથી પરત ફરેલા લોકો છે.

વિદેશથી પરત ફરેલા તમામ લોકોની તપાસ કરો

રાજીવ ગૌબાએ પત્રમાં લખ્યુ છે કે, બ્યૂરો ઓફ ઈમીગ્રેશનને 18 જાન્યુઆરી 2020 થી 23 માર્ચ 2020 સુધીની રિપોર્ટ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી એકત્ર કર્યા છે. જેમાં વિદેશથી પરત ફરેલા લોકોની Covid-19 ની તપાસની માહિતી પણ છે. આ રિપોર્ટ અને ભારત પરત ફરેલા યાત્રીઓની સંખ્યામાં અંતર છે. ગૌબાએ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની સરકારને કહ્યુ છે કે, એક વખત ફરીથી વિદેશથી આવેલા યાત્રિઓની ઓળખાણ કરવામાં આવે અને તેમની Covid-19 ની તપાસ કરી શકાય. સાથે જ તે પણ કહેવામાં આવ્યુ છે કે, આ બધા જ યાત્રિઓને MOHWW ના દિશા નિર્દેશ પ્રમાણે અન્ડરઓબ્ઝર્વેશન રાખવામાં આવે. આ કામ માટે જિલ્લા સ્તર પર ઓફિસરની મદદ લેવા માટે કહેવામાં આવ્યુ છે.

17 લોકોના મોત પણ થયા

ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 724 સુધી પહોંચી ગઈ છે. આ સંક્રમણના કારણે 17 લોકોની મોત પણ થઈ ચૂકી છે. ભારતમાં જેટલા પણ સંક્રમણના કેસ સામે આવ્યા છે તેમાં વિદેશયાત્રાનો ઈતિહાસ રહેલો છે. જેથી હવે સરકારે વિદેશથી પરત ફરેલા લોકો પર કડક કાર્યવાહી કરવી પડશે.

READ ALSO

Related posts

મોટી રાહત: મોદી સરકારે રોકાણકારોને આપી સૌથી મોટી ગિફ્ટ, સરકારે લોન્ચ કરી સિંગલ વિન્ડો સિસ્ટમ

Pravin Makwana

હવે વર્તમાન ધારાસભ્યોની ટિકિટ પણ જોખમમાં, પાર્ટીએ જે રાજ્યોમાં મુખ્યમંત્રી બદલ્યાં ત્યાં અપનાવાશે આ રીત

Dhruv Brahmbhatt

ભૂખ્ખડ: ન્યૂઝીલેન્ડની ટીમની સુરક્ષામાં રહેલી પાકિસ્તાની પોલીસે મોજ કરી લીધી, 8 દિવસમાં 27 લાખની બિરયાની ઝાપટી ગયાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!