GSTV

પીએમ મોદીના કોરોના ભાષણ પર કોંગ્રેસ: “કોરું સંબોધન નહિ નક્કર સમાધાન આપો”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે 6 વાગ્યે દેશને સંબોધન કર્યુ હતું. વડાપ્રધાન મોદીએ પોતાના આ સંબોધનમાં કોરોના મહામારી અંગે વાત કરી હતી. વડાપ્રધાને કરેલા સંબોધન બાદ મુખ્ય વિપક્ષ કોંગ્રેસે તેની ટિકા કરી છે.

કોંગ્રેસ

ભાષણ નહિ સમાધાન આપો: કોંગ્રેસ

પીએમ મોદીના સંબોધન પર પ્રતિક્રિયા આપતા વિપક્ષ કોંગ્રેસે કહ્યું કે દેશને કોરુ ભાષણ નહીં પણ ઠોસ સમાધાન જોઇએ છે. કોંગ્રેસના પાર્ટી મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલા અને પ્રવક્તા પવન ખેડાઈ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, 24 માર્ચ 2020ના રોજ મોદીજીએ કહ્યું હતું તે મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલ્યું હતું અને કોરોના સામે યુદ્ધ જીતવામાં 21 દિવસ લાગશે. પરંતુ આજે 210 દિવસ બાદ પમ આખા દેશમાં કોરોના સામેની મહાભારત ચાલી રહી છે. લોકો મરી રહ્યા છે પરંતુ મોદીજી સમાધાનની જગ્યાએ ટેલીવિઝન ઉપર ભાષણ આપી રહ્યા છે.

ભારત બન્યું કોરોના કેપિટલ: વિપક્ષ

તેમણે સરકાર ઉપર આરોપ લગાવ્યો છે કે કોરોના સામેની લડાઇમાં મોદી સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઇ છે.  આ મહામારીના સમયમાં ભાજપે દેશના લોકોને બેહાલ છોડી દીધા છે. ભારત આજે દુનિયાનું કોરોના કેપિટલ બની ગયું છે. 19 ઓક્ટોબર 2020ના આકંડા પ્રમાણે કોરોના કેસોની સંખ્યામાં ભારત પહેલા નંબર ઉપર છે.

જૂઠું બોલી પીએમ મોદી લોકોને કરી રહ્યા છે ભ્રમિત

તેમણે આગળ જણાવ્યું કે 100 દિવસની અંદર ભારતમાં કોરોના કેસોની સંખ્યા એક લાખથી વધીને 75 લાખ થઇ ગયા. કોંગ્રેસી નેતાઓએ આગળ કહ્યું કે મોદીજીએ સંબોધનમાં કહ્યું કે દવા આવવા સિવાય કોરોના ખતમ થવાની કોઇ આશા નથી. સમજ નથી પડતી કે મોદીજી કેટલી વાર એકબીજાથી વિરોધી અસત્ય બોલીને દેશના લોકોને ભ્રમિત કરશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

લવ જેહાદ પર યોગી સરકારનું સૌથી મોટું પગલું: છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવનારને થશે 10 વર્ષની સજા

pratik shah

ભારત સાથેની વાટાઘાટો વચ્ચે ચીને પોતાના સૈનિકો માટે હજારો ટન સામાન ભરેલી સેંકડો ટ્રકો લદ્દાખ બોર્ડર મોકલી

Nilesh Jethva

રાજધાની દિલ્હીમાં ઠંડીએ 17 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આગામી બે દિવસમાં કમોસમી વરસાદની આગાહી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!