GSTV
Astrology Life Trending

2023 વિશે મોટી ભવિષ્યવાણી/ બાબા વેંગા બાદ નોસ્ત્રાડેમસની ખતરનાક ભવિષ્યવાણી, ત્રીજા વિશ્વયુદ્ધ સહિત આકાશમાંથી વરસશે આગ

બાબા વાયેંગા પછી નોસ્ત્રાડેમસની ભવિષ્યવાણીઓ સૌથી વધુ ચર્ચામાં છે. નોસ્ત્રાડેમસે એડોલ્ફ હિટલરનો ઉદય, બીજા વિશ્વયુદ્ધ અને ફ્રેન્ચ ક્રાંતિ જેવી ઐતિહાસિક ઘટનાઓની સચોટ આગાહી કરી હોવાનું માનવામાં આવે છે. તેમણે લગભગ 6,338 ભવિષ્યવાણીઓ લખી હતી. જેમાં એ પણ શામેલ છે કે આપણી દુનિયાનો અંત ક્યારે અને કેવી રીતે થશે. નોસ્ત્રાડેમસે કોરોના વાયરસ મહામારીની શરૂઆતની પણ ભવિષ્યવાણી કરી હતી. નોસ્ત્રાડેમસનો જન્મ ડિસેમ્બર 1503માં થયો હતો. 2 જુલાઈ, 1566 ના રોજ તેમનું અવસાન થયું. ફ્રેન્ચ જ્યોતિષીને ઘણા વર્ષો વીતી ગયા, પરંતુ તેની આગાહીઓ હજી પણ જીવંત છે. કહેવાય છે કે અત્યાર સુધીમાં તેમની 70 ટકાથી વધુ આગાહીઓ પૂરી થઈ ગઈ છે. નોસ્ત્રાડેમસે વર્ષ 2023 વિશે પણ મોટી ભવિષ્યવાણી કરી છે.

ત્રીજા વિશ્વ યુદ્ધને લઈને કરી આ આગાહી

નોસ્ત્રાડેમસે ત્રીજા વિશ્વ યુદ્ધની ભવિષ્યવાણી કરી છે. લખ્યું કે સાત મહિના મહાન યુદ્ધ, દુષ્ટ કાર્યોથી મરતા લોકો, લોકો આને વિશ્વયુદ્ધ માની રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે રશિયાના આક્રમણને કારણે યુક્રેનમાં સંઘર્ષ હજુ પણ વધુ મોટો થઈ શકે છે. જે ત્રીજા વિશ્વયુદ્ધમાં પરિણમી શકે છે. નોસ્ત્રાડેમસે લખ્યું, ‘સબમરીનમાં હથિયારો અને ડોક્યુમેન્ટ લઈને જતો માણસ ઈટાલીના દરિયાકાંઠે પહોંચશે અને યુદ્ધ શરૂ કરશે. તેનો કાફલો દૂર સુધી જશે. સામ્રાજ્ય ખોટા હાથમાં ચાલ્યું જશે.

નોસ્ત્રાડેમસે મંગળ ગ્રહ પર પડનારા પ્રકાશનો પણ ઉલ્લેખ કર્યો હતો. એ સુઝાવ આપતાં કહ્યું કે મનુષ્ય 2023 માં લાલ ગ્રહની મુલાકાત લઈ શકે છે.

નવા પોપને લઈને નોસ્ત્રાડેમસે આગાહી

2023 માટે નોસ્ત્રાડેમસની ત્રીજી ભવિષ્યવાણી નવા પોપ છે. તેમણે કહ્યું કે પોપ ફ્રાન્સિસ છેલ્લા સાચા પોપ હશે. આગામી પોપ એક કૌભાંડ કરશે. નોસ્ત્રાડેમસે લખ્યું, પવિત્ર રોમન ચર્ચના અંતિમ ઉત્પીડનમાં પીટર રોમન હશે. જે અનેક ક્લેશની વચ્ચે પોતાના ઝૂંડને ખવડાવશે. જે પછી સાત પહાડી શહેરનો નાશ થશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ભાજપને આંચકો/ હરિયાણા જિલ્લા પરિષદની સાત જિલ્લાની 102 બેઠકોમાંથી ફક્ત 22 બેઠકો પર ભાજપનો વિજયઃ 15 બેઠકો સાથે આપની એન્ટ્રી

HARSHAD PATEL

આ એક એવી લાઈબ્રેરી જેના વખાણ પીએમ મોદીએ કર્યાં, જાણો શું છે તેમાં ખાસ?

Kaushal Pancholi

ગાંધીનગર/ વિધાનસભાની પાંચેય બેઠક પર ચૂંટણીની તમામ તૈયારીઓને આખરી ઓપ, ચૂંટણી પંચની સીધી નજર રહે તેવી વ્યવસ્થા

HARSHAD PATEL
GSTV