GSTV
Home » News » નોર્વે ગુજરાતમાં 16,000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ, આ શહેરને આપ્યું પ્રાધાન્ય

નોર્વે ગુજરાતમાં 16,000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ, આ શહેરને આપ્યું પ્રાધાન્ય

ગુજરાત વાયબ્રન્ટ સમિટ પહેલાં મોડી સાંજે મહાત્મા મંદિરમાં રાજ્યના મુખ્યમંત્રી વિવિધ દેશોના અગ્રણી ઉદ્યોગજૂથોને મળ્યા હતા અને તેમની સાથે વન ટુ વન બેઠકો કરી હતી. નોર્વેની એક કંપની મુંન્દ્રામાં 16,000 કરોડનું મૂડીરોકાણ કરી રહી છે. આ બેઠકોમાં વિવિધ સેક્ટરોમાં મૂડીરોકાણની તકો અંગે ગુજરાત તરફથી વિદેશની કંપનીઓને માહિતી આપવામાં આવી હતી. જાપાનીઝ કંપનીઓના પ્રતિનિધિ મંડળ સાથે મુખ્યમંત્રીએ ચર્ચા કરી હતી. રૂપાણીએ કહ્યું હતું કે જાપાન એ ગુજરાતનું સૌથી જૂનું મિત્ર છે.

પાલનપુરમાં લોજીસ્ટીક પાર્ક ઉભો કરવાની જાહેરાત કરી

ગુજરાતમાં જાપાનીઝ કંપનીઓ રાજ્યની બ્રાન્ડ એમ્બેસેડર બની છે. રૂપાણીએ ગિફ્ટ સિટીમાં જાપાનીઝ ફાયનાન્સ કંપનીઓ તેમજ બેન્કોને કારોબાર શરૂ કરવા અપીલ કરી હતી. એ ઉપરાંત રાજ્યમાં ડિફેન્સ, આઇટી, ફુડ, પ્રોસેસિંગ, રેલવે જેવા વિસ્તારોમાં રોકાણની તકો અંગે માહિતી આપી હતી. જાપાને ગુજરાતના સ્ટાર્ટઅપ મિશનમાં સહયોગ આપવાની તત્પરતા દર્શાવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાયબ્રન્ટ સમિટની પૂર્વ સંધ્યાએ ચાઈના કાઉન્સિલ ફોર પ્રમોશન ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડના વાઇસ ચેરમેન ઝેંન્ગ શેનફેંગ અને પ્રતિનિધિ મંડળે મુલાકાત લઇ ગુજરાત સાથે ચાઈનાની કંપનીઓ ઉદ્યોગકારોની વધુ ભાગીદારીની ઉત્સુકતા વ્યક્ત કરી હતી. યુએઇ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલના વડા શરાફુદ્દીન શરાફે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વન ટુ વન બેઠકમાં પાલનપુરમાં લોજીસ્ટીક પાર્ક ઉભો કરવાની જાહેરાત કરી હતી. નેધરલેન્ડના બિઝનેસ પ્રતિનિધિ મંડળ સાથેની બેઠકમાં મુખ્યમંત્રીએ આર્થિક સબંધો બાંધવાની અપીલ કરી ગુજરાત અને નેધરલેન્ડ સાથે મળીને ટેકનોલોજી, એનર્જી ટ્રાન્ઝેક્શન, સ્માર્ટ સિટી અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં સહયોગ કરશે તેવી આશા વ્યક્ત કરી છે.

પ્રથમ વાર આ વર્ષે પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા

રૂપાણીની ઉપસ્થિતિમાં આ બેઠકમાં કૃષિ, બાગાયત, તબીબી, વેસ્ટ ટુ એનર્જી અને પુન પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે સમજૂતી કરારો થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે નોર્વેના ભારત સ્થિત રાજદૂત નિલ્સ રેગનર કામસ્વેગે યોજેલી બેઠકમાં  તેમણે કહ્યું હતું કે ગુજરાતની વાયબ્રન્ટ સમિટની સફળતાને પગલે તેઓ પ્રથમ વાર આ વર્ષે પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા છે. રૂપાણીએ ઇઝરાયલના વ્યાપારી પ્રતિનિધિઓ સાથે બેઠક કરી કૃષિ, જળ વ્યવસ્થાપન, સિક્યુરિટી અને ઇનોવેશન ક્ષેત્રે પરસ્પરના સહયોગથી ઇઝરાયેલ અને ગુજરાતના સંબંધો નવી ઊંચાઈ પ્રાપ્ત કરશે તેવી નેમ પરસ્પર વ્યક્ત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ નોર્વેની હેલ્થ કેર અને મરીન સેક્ટરની એક્સપર્ટીઝ નો લાભ ગુજરાત ને મળે તે દિશામાં પરસ્પર સહયોગ માગ્યો હતો. નોર્વેના કેટલાક ઉદ્યોગો ગુજરાતમાં વિવિધ ઉદ્યોગકારો સાથે એડવાન્સ સોલ્યુશન ફોર પોર્ટ અને વેસલ્સ ટ્રાફિક મેનેજમેન્ટ, એડવાન્સ હેલ્થ કેર ક્ષેત્રે જોડાયેલા છે.

સૌ પ્રથમ ગ્રીન એકરીલીક વેલ્યુ ચેઇન કોમ્પલેક્ષ સ્થાપવા એમઓયુ

નોર્વે હવે હેલ્થકેર અને મેરીટાઇમ સેક્ટરમાં રોકાણ કરવા ઉત્સુક છે. મુખ્યમંત્રીની આ વન ટુ વન બેઠકોમાં મુખ સચિવ ડો જે એન સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથ, અગ્ર સચિવ મનોજ કુમાર દાસ જોડાયા હતા. રૂપાણી સાથે જર્મનીની અગ્રણી કંપની બીએએસએફના ચેરમેન ડો.માર્ટિને યોજેલી વન ટુ વન બેઠક દરમ્યાન બીએએસએફ અને ગુજરાત વચ્ચે મુન્દ્રા ખાતે 16000 કરોડના રોકાણ સાથે ભારતના સૌ પ્રથમ ગ્રીન એકરીલીક વેલ્યુ ચેઇન કોમ્પલેક્ષ સ્થાપવા માટેના એમઓયુ કરવામાં આવ્યા છે.

Related posts

અહો આશ્ચર્યમ : સિંહ અને સિંહણ વચ્ચેની આ ક્ષણ પહેલી વખત કેમેરામાં થઈ કેદ, સિંહની હરકત જોઈ ત્રાહીમામ પોકારી જશો

Nilesh Jethva

ગુજરાત માટે ખુશીના સમાચાર, ‘પવન’ વાવાઝોડુ કાલે સોમાલિયાના કિનારે ટકરાઈને નબળુ પડશે

Nilesh Jethva

દીપડાના આતંકથી બચવા ખેડૂતોએ શોધી કાઢ્યો અનોખો રસ્તો, આ આવિસ્કાર જોઈને મગજ ઘુમી જશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!