GSTV

ઉત્તર કોરિયાએ મિસાઈલ બેઝને અપગ્રેડ કર્યો અને નવા બેઝનું પણ નિર્માણ કર્યું : મીડિયા અહેવાલ

Last Updated on December 6, 2018 by

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન વચ્ચેની જૂનમાં યોજાયેલી મુલાકાત તાજેતરની સૌથી ચર્ચિત મુલાકાતોમાંથી એક હતી. આ બેઠકમાં કિમ જોંગ ઉને પોતાના પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમો પર રોક લગાવવા માટે સંમતિ વ્યક્ત કરી હતી. પરંતુ સેટેલાઈટ તસવીરોથી ખુલાસો થયો છે કે ઉત્તર કોરિયા પોતાની મુખ્ય લાંબા અંતરની મિસાઈલોના બેઝનું વિસ્તરણ કરી રહ્યું છે.

સીએનએન દ્વારા સેટેલાઈટ તસવીરોને ટાંકીને આના સંદર્ભે દાવો કરાયો છે. ટ્રમ્પ અને કિમે આ વર્ષે જૂનમાં સિંગાપુરમાં મુલાકાત કરી હતી. આ બેઠકમાં કોરિયન વિસ્તારમાં સંપૂર્ણ પરમાણુ નિશસ્ત્રીકરણ પર સંમતિ બની હતી. જો કે આને કેવી રીતે આગળ વધારવામાં આવે તેના સંદર્ભે સમજૂતીમાં વિશેષ વિવરણ આપવામાં આવ્યું ન હતું.

સીએનએનના અહેવાલ મુજબ ઉત્તર કોરિયાએ પર્વતીય વિસ્તારમાં આવેલા પોતાના યેઓંગજેઓ-ડોંગ મિસાઈલ બેઝને અપગ્રેડ કર્યો છે અને નવા બેઝનું પણ નિર્માણ કર્યું છે. વિશેષજ્ઞોએ અમેરિકાના ન્યૂઝ નેટવર્ક સીએનએનને જણાવ્યુ છે કે મિસાઈલ બેઝનું લોકેશન ઉત્તર કોરિયાની નવી લાંબા અંતરની મિસાઈલો માટે બિલકુલ યોગ્ય છે. આમા પરમાણુ હથિયારોના વહનની ક્ષમતા ધરાવતી મિસાઈલો પણ સામેલ છે.

અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગને પોતાના નિવેદનમાં કહ્યુ છે કે તેઓ ઉત્તર કોરિયા પર ખૂબ ઝીણવટભરી નજર રાખી રહ્યા છે. પરંતુ તેઓ ઈન્ટેલિજન્સ ઈનપુટ્સની ચર્ચા કરી શકે નહીં. શનિવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 2019ની શરૂઆતમાં કિમની સાથે બીજી બેઠકની આશા વ્યક્ત કરી હતી. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને કહ્યુ છે કે ટ્રમ્પનું માનવું છે કે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને સિંગાપુર સમિટમાં કરવામાં આવેલો વાયદો પૂર્ણ કર્યો નથી.

અમેરિકાના અધિકારી ઉત્તર કોરિયા પર લગાવાયેલા કડક પ્રતિબંધોને હટાવતા પહેલા કોરિયન વિસ્તારમાં સંપૂર્ણ નિશસ્ત્રીકરણ પર ભાર મૂકી રહ્યા છે. જો કે ઉત્તર કોરિયાએ આ માગણીને ફગાવતા કહ્યુ છે કે આ સંપૂર્ણપણે એકપક્ષીય કાર્યવાહી હશે. જ્યારે બંને પક્ષોને ધીરેધીરે સકારાત્મક પગલા ઉઠાવવા પડશે.

Related posts

BJPમાં ફફડાટ: સત્તા વિરોધી લહેરથી ડરી ગઈ ભાજપ, હાલના ધારાસભ્યોમાંથી 50 ટકાને ઘરે બેસાડી દેશે, કામ કરશે તે ટકશે

Pravin Makwana

બાપ રે! મુન્દ્રા બંદરેથી ઝડપેલા હેરોઈનની કિંમત 200000000000 ને પાર, તાલિબાન-ISI કનેક્શનની આશંકા

Dhruv Brahmbhatt

વિનાશ: સ્પેનમાં 50 વર્ષ બાદ ફાટ્યો ખતરનાક જ્વાળામુખી, અમેરિકાથી લઈને કેનેડા સુધી સુનામીની એલર્ટ, 10 હજાર લોકો કરાયા શિફ્ટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!