GSTV
Home » News » ઉતર કોરિયાની એ મિસાઇલો જે અમેરિકાને ડરાવી રહી છે

ઉતર કોરિયાની એ મિસાઇલો જે અમેરિકાને ડરાવી રહી છે

ઉત્તર કોરિયાની પરમાણુ ક્ષમતા દુનિયાના ન્યૂક્લિયર એનાલિસ્ટો માટે એક કોયડો છે. કેટલાક જાણકારો નોર્થ કોરિયા પાસે પંદરથી વીસ પરમાણુ શસ્ત્રો હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. તો અમેરિકાની ઈન્ટેલિજન્સનું માનવું છેકે નોર્થ કોરિયા પાસે ત્રીસથી સાઠની વચ્ચે પરમાણુ બોમ્બ છે. જો કે દુનિયાની પરમાણુ શસ્ત્રો પર નજર રાખનારી વૈશ્વિક સંસ્થાઓ નોર્થ કોરિયા પાસે મહત્તમ દશ ન્યૂક્લિયર વેપન હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. પરમાણુ હુમલા કરવા માટે નોર્થ કોરિયાએ મધ્યમથી લઈને લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલો પણ વિકસિત કરી લીધી છે.

નોર્થ કોરિયા દ્વારા જુલાઈ અને નવેમ્બર-2017માં ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલોના સફળતાપૂર્વક પરીક્ષણો કર્યા છે. નોર્થ કોરિયા દ્વારા હ્વાંસોંગ-15 આઈસીબીએમનું પરીક્ષણ કર્યું હતું અને તે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી ઘણી ઊંચે 4475 કિલોમીટર સુધી પહોંચી હતી અને જાપાનના સમુદ્રીતટ નજીક ખાબકતા પહેલા એક હજાર કિલોમીટર સુધીનું અંતર પણ કાપ્યું હતું. એનાલિસ્ટ પ્રમાણે હ્વાંસોંગ-15 મિસાઈલની પોટેન્શિયલ રેન્જ 13 હજાર કિલોમીટરની છે અને અમેરિકાની મેઈનલેન્ડ સુધી ત્રાટકવાની તેની ક્ષમતા છે. જેને કારણે અમેરિકાને નોર્થ કોરિયાનો મિસાઈલ કાર્યક્રમ ખતરનાક પણ લાગવા માંડયો હતો.

નોર્થ કોરિયાની શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલો પર નજર કરીએ.. તો કેએન-02ની રેન્જ 120થી 170 કિલોમીટરની છે. હ્વાંસોંગ-5ની રેન્જ ત્રણસો કિલોમીટર, હ્વાંસોંગ-6ની રેન્જ 500 કિલોમીટર, હ્વાંસોંગ-7ની રેન્જ આઠસોથી હજાર કિલોમીટર અને ઈઆર સ્કડ મર્વની રેન્જ એક હાજર કિલોમીટર સુધીની છે.

નોર્થ કોરિયાએ સબમરીન લોન્ચ્ડ મિસાઈલ કેએન-11નું પણ પરીક્ષણ કર્યું છે અને તેની રેન્જ એક હજારથી બારસો કિલોમીટરની છે.

નોર્થ કોરિયાની મિડિયમ રેન્જ બેલેસ્ટિક મિસાઈલની ક્ષમતા પર નજર કરીએ તો કેએન-15ની રેન્જ બારસોથી બે હજાર કિલોમીટરની છે. જ્યારે નો-ડોંગ મિડિયમ રેન્જ બેલેસ્ટિક મિસાઈલની રેન્જ બારસોથી પંદરસો કિલોમીટરની છે.

નોર્થ કોરિયાની ઈન્ટરમિડિયેટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ પર નજર કરીએ.. તો મુસડાન પચ્ચીસોથી ચાર હજાર કિલોમીટરની રેન્જ ધરાવે છે. જ્યારે કેએન-17 4500 કિલોમીટરની રેન્જ ધરાવે છે.

ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલના મામલે નોર્થ કોરિયાની ક્ષમતા પર નજર કરીએ… તો કેએન-08ની રેન્જ પંચાવનસોથી અગિયાર હજાર છસ્સો કિલોમીટરની છે. જ્યારે કેએન-14 મિસાઈલની રેન્જ આઠ હજારથી દશ હજાર કિલોમીટરની છે. નોર્થ કોરિયાની હ્વવાસોંગ-14 મિસાઈલની રેન્જ દશ હજાર ચારસો કિલોમીટર અને હ્વાસોંગ-15 આઈસીબીએમની રેન્જ 13 હજાર કિલોમીટર સુધીની છે.

નોર્થ કોરિયાની લોન્ગ રેન્જ બેલેસ્ટિક ન્યૂક્લિયર મિસાઈલ અમેરિકાની મેઈનલેન્ડ સુધી ત્રાટકવાની ક્ષમતા ધરાવે છે અને તેને કારણે વોશિંગ્ટન કિમ જોંગ ઉનની હુમલાની ધમકીઓને બિલકુલ હળવાશથી લઈ શકે તેવી સ્થિતિમાં નથી. જો કે કિમ જોંગ ઉનની આવી હરકત ઉત્તર કોરિયા અને તેના સહયોગીઓ માટે ખતરનાક સાબિત થઈ શકે તેમ છે અને તેને કારણે ત્રીજા વિશ્વયુદ્ધ સુધીની શક્યતાઓ વૈશ્વિક પ્રવાહોના જાણકારો જોઈ રહ્યા છે. કદાચ તેથી જ કિમ જોંગ ઉનના ટ્રમ્પ સાથે વાતચીત માટે તૈયાર થવા પાછળ ચીન અને રશિયાની પડદા પાછળની ભૂમિકાને પણ નજરઅંદાજ કરી શકાય તેમ નથી.

Related posts

ટીવીની સીધી સીધી વહુ રહી ચૂકેલી આમના, આજ તેના સ્ટનિંગ લૂકના કારણે છે ચર્ચામાં

pratik shah

હિન્દી ભાષા સંગ્રામ: અમિત શાહે વિરોધીઓને કહ્યું- અમુક લોકોને રાજનીતિ કરવી છે તો…

Riyaz Parmar

અમદાવાદ: નવા ટ્રાફિક નિયમો BRTS અને AMTS માટે આશીર્વાદ, અધધ બે દિવસમાં કરી આટલી કમાણી

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!