GSTV
Home » News » ઉત્તર કોરિયાએ બેલેસ્ટિક મિસાઇલને USને અપાયેલી ગિફ્ટ કહી !

ઉત્તર કોરિયાએ બેલેસ્ટિક મિસાઇલને USને અપાયેલી ગિફ્ટ કહી !

પોતાના સનકી વલણને લઇને જાણિતા ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ-ઉને બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણને અમેરિકાને અપાયેલી ગિફ્ટ કહી છે. તે માટે કિમ જોંગ ઉને અમેરિકા માટે અભદ્ર શબ્દ પણ વાપર્યો છે.

ઉત્તર કોરિયન સેન્ટ્ર્લ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ કિમ જોંગ ઉને મિસાઈલ પરીક્ષણના નિરીક્ષણ બાદ પ્રતિક્રિયા આપી હતી. જેમાં કહ્યું હતું કે અમેરિકન 4 જુલાઈએ પોતાના સ્વતંત્રતા દિવસ પર મોકલાયેલા ગિફ્ટથી વધુ ખુશ નહી થાય. કિમ જોંગ ઉને જોર જોરથી હસતાં કહ્યું હતું કે અમારે તેમની ઉદાસી દૂર કરવા માટે થોડા-થોડા સમયે ગિફ્ટ મોકલતું રહેવું જોઈએ. ઉત્તર કોરિયાની અંતર મહાદ્વિપીય બેલેસ્ટિક મિસાઈલ ભારે પરમાણુ હથિયારો લઈ જવા સક્ષમ છે. જે પૃથ્વીના વાયુમંડળમાં બીજી વખત દાખલ થઈ શકે છે. આ વાત દેશની સત્તાવાર ન્યૂઝ એજન્સીએ કહી છે.

કોરીયાની સત્તાવાર ન્યુઝ ચેનલે જણાવ્યું છે કે વોશિંગટન સાથે ઉત્તર કોરિયાનો ટકરાવ અંતિમ ચરણે પહોંચી ગયો છે. અમેરિકાની ભેદભાવપૂર્ણ નીતિ અને તેની સાથે પરમાણુ ખતરો જોતા ઉત્તર કોરિયા પોતાના પરમાણુ પરિક્ષણ તથા બેલેસ્ટિક મિસાઇલોને કોઇપણ હાલતમાં છોડશે નહીં.

Related posts

કોરોના વાયરસનો કહેર ખાડીના દેશમાં પહોંચ્યો, ઈરાનના ઉપરાષ્ટ્રપતિને લાગ્યો ચેપ

Pravin Makwana

કોરોના વાયરસને કારણે ફ્લાઇટ રદ થતાં 300થી વધુ ગુજરાતીઓ ઇરાનમાં ફસાયા, પરિવારમાં ચિંતાનો માહોલ

Nilesh Jethva

જાડી હોવાના કારણે મંગેતરે સગાઈ તોડી, બાદમાં યુવતીએ જે કરી બતાવ્યું તે જોઈ સૌ કોઈ ચોંકી ગયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!