GSTV
News Trending World

દક્ષિણ કોરિયા અને અમેરિકાના સંયુક્ત સૈન્ય અભ્યાસને રોકવા ઉત્તર કોરિયાનો નવો દાવપેચ, અમેરિકા સામે લડવા 8 લાખ લોકોએ સેનામાં જોડાવા ભાગ લીધો

દક્ષિણ કોરિયા અને અમેરિકાના સંયુક્ત સૈન્ય અભ્યાસને રોકવા માટે ઉત્તર કોરિયા દરરોજ નવા દાવપેચ અપનાવી રહ્યું છે. ICBM મિસાઈલનું પરીક્ષણ કર્યા બાદ દક્ષિણ કોરિયા અને અમેરિકાને ચેતવણી આપી છે. ઉત્તર કોરિયાએ મોટો દાવો કર્યો છે કે ઉત્તર કોરિયાના આઠ લાખ લોકો અમેરિકા વિરુદ્ધ યુદ્ધ માટે સ્વયં સેનામાં જોડાવા ભાગ લીધો હતો. આમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કામદાર વર્ગનો પણ સમાવેશ થાય છે.

ઉત્તર કોરિયાએ ICBM લોન્ચ કરી હતી

આ અગાઉ ઉત્તર કોરિયાએ હવાસોંગ-17 ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ લોન્ચ કરી હતી. સુત્રોમાંથી મળતા સમાચાર મુજબ ઉત્તર કોરિયાએ કોરિયન પેનિનસુલા અને જાપાન વચ્ચેના સમુદ્રમાં ICBM છોડી હતી. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ સમિટમાં ભાગ લેવા ટોક્યો જવાના હતા ત્યારે ઉત્તર કોરિયાએ આ કામ કર્યું હતું. ઉત્તર કોરિયાની બેલિસ્ટિક મિસાઇલો પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવો હેઠળ પ્રતિબંધ છે અને પ્રક્ષેપણને સિઓલ, વોશિંગ્ટન અને ટોક્યોની સરકારો તરફથી નિંદા કરવામાં આવી હતી. બીજી તરફ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને આ તણાવ માટે અમેરિકા અને દક્ષિણ કોરિયાને જવાબદાર ઠેરવ્યા છે.

ઉત્તર કોરિયાએ ICBM દ્વારા ચેતવણી આપી હતી

ઉત્તર કોરિયાએ કહ્યું છે કે તેણે અમેરિકા અને દક્ષિણ કોરિયાને સખત ચેતવણી આપવા માટે  ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. ઉત્તર કોરિયાએ ફરી એકવાર અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અભ્યાસને ઉશ્કેરણીજનક પ્રવૃત્તિ ગણાવી છે. બંને દેશો મોટા પાયા પર આક્રમક દાવપેચ ગોઠવીને તેને ભડકાવી રહ્યા છે. ઉત્તર કોરિયાએ હ્વાસોંગફો-17 નામની ICBM મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

BREAKING / તીર્થયાત્રીઓને મક્કા લઈ જઈ રહેલી બસનો અકસ્માત, 20ના મોત-29 ઈજાગ્રસ્ત

Kaushal Pancholi

Emotional Intelligence/ ભાવનાઓને હાવી થતા રોકો, આ રીતે કંટ્રોલ કરો પોતાના ઇમોશન્સ

Siddhi Sheth

Japan/ દીક્ષાંત સમારોહમાં યુક્રેનના રાષ્ટ્રપતિ Zelensky બની પહોંચ્યો વિધાર્થી, સોશિયલ મીડિયામાં ફોટો થયા વાયરલ

Padma Patel
GSTV