GSTV
Home » News » નોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું

નોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું

પાક હ્યોનના ગોલનાં દમ પર ઉત્તર કોરિયાએ શુક્રવારની ફાઇનલમાં તઝાકિસ્તાનને 1-0થી હરાવીને ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ ફૂટબોલ ટૂર્નામેન્ટ ટાઇટલ જીતી લીધું. હતું. કોરિયન ટીમ માટે સ્થાપિત ખેલાડી તરીકે રમતમાં ઉતરેલા હ્યોનને મેચનાં 71 મી મિનિટમાં ગોલ નોંધાવ્યો હતો, જે ટર્નિંગ પોઇન્ટ પુરવાર થયું હતુ. જેમાં (યજમાન ભારત ક્રમાંકમાં 101) અને સીરિયા (85)નાં બહાર થયા પછી , ફાઇનલમાં ટુર્નામેન્ટની સૌથી નીચી રેન્કિંગ વાળી ટીમ ઉત્તર કોરિયા (122) તાજિકિસ્તાન (120) પર ભારી પડી હતી.

ઉત્તર કોરિયા રમતના 20 મી મિનીટમાં લીડ હાંસલ કરવાની નજીક પહોંચી હતી. પરંતુ જોંગ ગ્વાનના પ્રયત્નો સફળ થયા નહોતા. ઉત્તર કોરિયન ટીમએ અગાઉ લીગ તબક્કામાં તઝાકિસ્તાનને સમાન માર્જિનથી હરાવ્યું હતું. ચેમ્પિયન ટીમને 50,000 ડોલર આપવામાં આવ્યા હતા જ્યારે રનર-અપને 25 હજાર ડોલર ઇનામની રકમ આપવામાં આવી હતી.

READ ALSO

Related posts

બીમારીથી પીડાઈ રહેલા 103 વર્ષના માન કૌરે કહ્યું એશિયન ગેમ્સમાં પદક જીતવુ છે

Kaushik Bavishi

પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમને EDએ આ કારણે મોકલ્યુ સમન

Mansi Patel

કેવડિયાનો ગોરા બ્રિજ પાણીમાં ડૂબ્યો, વાહનવ્યવહાર કરાયો બંધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!