GSTV

આટલા પરમાણુ પરિક્ષણ બાદ પણ ઉત્તર કોરિયાએ ફરી લાંબા અંતરની મિસાઈલોનું ટેસ્ટિંગ કરવાની ધમકી ઉચ્ચારી

Last Updated on October 11, 2019 by Mayur

ઉત્તર કોરિયાએ ગુરૂવારે ફરી એક વખત પરમાણુ શસ્ત્રો અને લાંબા અંતર ના મિસાઈલના પરિક્ષણો શરૂ કરવાની ધમકી આપી છે. પરમાણુ શસ્ત્રો તરફ આગળ વધવા માટે ઉત્તર કોરિયાએ અમેરિકા પર દોષારોપણ કર્યું છે.લગભગ સાત મહિના પછી તાજેતરમાં અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે સ્વીડનમાં યોજાયેલી વાટાઘાટો નિષ્ફળ ગઈ હોવાથી અને અમેકરિકાએ તાજેતરમાં આંતરખંડીય મિસાઈલનું પરીક્ષણ કરતાં ઉત્તર કોરિયાએ આ ચેતવણી આપી હોવાનું મનાય છે.

ઉત્તર કોરિયાની આ ધમકી અમેરિકા માટે છે

ઉત્તર કોરિયાએ જણાવ્યું હતું કે અમેરિકાએ કોઈ નવી દરખાસ્તો રજૂ કરી નથી અને પરમાણુ શસ્ત્રો તેમજ લાંબા અંતરના મિસાઈલોના પરિક્ષણ માટે તે આગળ વધશે કે કેમ તેનો આધાર હવે વોશિંગ્ટન પર છે. કેટલાક નિરિક્ષકોનું માનવું છે કે ઉત્તર કોરિયાની આ ધમકી અમેરિકા પર વાટાઘાટો ફરી શરૂ કરવા માટે દબાણ ઊભું કરવા માટે છે.કારણ કે જો ઉત્તર અમેરિકા પરમાણુ શસ્ત્રો અને લાંબા અંતરના મિસાઈલોનું પરીક્ષણ ફરી શરૂ કરે તો અમેરિકા સાથેની વાટાઘાટો પડી ભાંગશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે તે એકલું અટુલું પડી જશે તેમજ તેના મરણાસન્ન અર્થતંત્રને બેઠું કરવાની સંભાવનાઓને મોટો ફટકો પડશે.

તાજેતરમાં જ બેલેસ્ટિક મિસાઈલ સહિતના શશ્ત્રોનું પરિક્ષણ કર્યું હતું

ઉત્તર કોરિયાએ તાજેતરમાં બેલાસ્ટિક મિસાઈલ્સ અને અન્ય શસ્ત્રોના પરિક્ષણો કર્યા હતા, જેની સંયુક્ત રાષ્ટ્રની સલામતી પરીષદના યુરોપીયનભ્ભ્યોએ આકરી ટીકા કરી હતી. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે તેમની ટીકા સામે તિવ્ર વાંધો ઉઠાવ્યો હતો. ઉત્તર કોરિયાએ જણાવ્યું હતું કે તેણે તાજેતરમાં કરેલા પરીક્ષણો સ્વ-સંરક્ષણ પ્રકારના હતા. તેણે અમેરિકા પર તાજેતરમાં સ્વીડનમાં ઉત્તર કોરિયા-અમેરિકાની વર્કિંગ લેવલની વાટાઘાટો માટે ભીખ માંગ્યા બાદ તેના શસ્ત્ર પરીક્ષણોની ટીકા કરવા માટે યુરોપીયન રાષ્ટ્રોને ઉશ્કેરવાનો આરોપ મૂક્યો હતો.

સંયુક્ત રાષ્ટ્રમાં કોરિયાની અંડર વોટર મિસાઈલ માટે ચર્ચા

સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરીષદે મંગળવારે ઉત્તર કોરિયાના અન્ડર-વોટર મિસાઈલ ટેસ્ટ અંગે ચર્ચા કરી હતી અને તેના યુરોપીયન સભ્યોએ ઉત્તર કોરિયાને અમેરિકા સાથે અર્થપૂર્ણ વાટાઘાટો માટે સામૂહિક વિનાશન દરેક પ્રકારના શસ્ત્રોના પરીક્ષણો બંધ કરી દેવા જણાવ્યું હતું. પરીષદની આ બેઠક ફ્રાન્સ, જર્મની અને બ્રિટને બોલાવી હતી.

ઉત્તર કોરિયા શું કહી રહ્યું છે ?

ઉત્તર કોરિયાએ જણાવ્યું હતું કે અમેરિકાએ યુરોપીયન સભ્યોને ઉશ્કેર્યા હોવાથી તેમણે તેના શસ્ત્ર પરીક્ષણની ટીકા કરી હતી. તેણે દાવો કર્યો હતો કે સંયુક્ત રાષ્ટ્ર પરીષદે બીજી ઓક્ટોબરે અમેરિકાએ અમાનવીય મિનિટમેન 3 આંતરખંડીય બેલિસ્ટિક મિસાઈલના પરીક્ષણ અંગે કોઈ ટીપ્પણી કરી નહોતી. આ મિસાઈલ્સનું પરીક્ષણ ઉત્તર કોરિયા માટે કરાયું હોવાનું મનાય છે.

READ ALSO

Related posts

ક્વાડ પર અકળાયું ચીન, કહ્યું: સમયની વિરુદ્ધમાં છે આવા સમૂહોનું ગઠન, તેમને નહિ મળે સમર્થન

Pritesh Mehta

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

વ્હાઈટ હાઉસમાં પ્રેસિડેન્ટ બાયડેન સાથે પીએમ મોદીની મુલાકાત, ભારત-US માટે આ દશક મહત્વનું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!