GSTV
Home » News » હજુ વધારે મિસાઇલ છોડવામાં આવશે : ઉત્તર કોરિયા

હજુ વધારે મિસાઇલ છોડવામાં આવશે : ઉત્તર કોરિયા

નોર્થ કોરિયાએ પહેલી વખત સ્વીકાર કર્યો છે કે તેણે મંગળવારે જાપાન ઉપર મિસાઇલ છોડી હતી અને તેમ પણ કહ્યું કે પેસિફિક સમુદ્રમાં હજુ વધારે મિસાઇલ ટેસ્ટ કરવામાં આવશે. કિમ જોંગ ઉનને ટાંકીને કોરિયન ન્યૂઝ એજન્સી કેસીએનએના રિપોર્ટમાં જણાવાયું કે તાજેતરનો મિસાઇલ ટેસ્ટ નોર્થ કોરિયાની યુદ્ધની તૈયારીના ભાગરૂપે જોઇ શકાય છે.

કોરિયાની ઇન્ટરમીડિએટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ હવાસોન્ગ-12 અમેરિકા અને દક્ષિણ કોરિયાને કાઉન્ટર કરવામાં કેપેબલ છે. કેસીએનએ મુજબ કિમ જોંગ ઉનની આગેવાનીમાં જ નોર્થ કોરિયાએ હવાસોન્ગ-12 મિસાઇલનું પરિક્ષણ કર્યું.

કિમ જોંગ ઉનનું કહેવું છે કે કોરિયન લોકોને અમે તાકાત આપવા ઇચ્છીએ છીએ કે જેથી તેઓ દુશ્મનનો સામનો કરી શકે. દુષ્ટ જાપાનીઓથી લડવા માટે ઉત્તર કોરિયા પાસે એક જોરદાર પ્લાન છે. ઉત્તર કોરિયાએ કહ્યું કે વર્તમાન બેલેસ્ટિક મિસાઇલ ટેસ્ટને પેસિફિક સમુદ્ર અને ગુઆમમાં પ્રથમ ઓપરેશન તરીકે જોઇ શકાય છે.

ઉલ્લેખનીય છે કે ગુઆમ અમેરિકાનો ભાગ છે. અને અહીં તેનું સૈન્ય મથક આવેલું છે. ઓગષ્ટની શરૂઆતમાં જ નોર્થ કોરિયાએ અમેરિકાના પેસિફિક વિસ્તાર અને ગુઆમમાં ચાર હવાસોન્ગ-12 મિસાઇલ છોડવાની ધમકી આપી હતી.

 

Related posts

ચીનમાં કોરોનાના કારણે ભારેલો અગ્નિની સ્થિતિ, આ દેશમાં હવે ચીની નાગરિકો નહીં જઈ શકે

Mayur

જો અમેરિકામાં FBના CEO પદે માર્ક ઝકરબર્ગ રહેશે, તો ટ્રમ્પ આરામથી ચૂંટણી જીતી જશે

Mayur

મસૂદ અઝહરને ‘ગાયબ’ કરી દેવાની અસર, પાકને બ્લેક લિસ્ટમાં મુકવા અંગે આજે FATAFની બેઠકમાં નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!