GSTV

ઉત્તર કોરિયાએ ફરી કર્યુ મિસાઈલ પરિક્ષણ, બે પ્રોજેક્ટાઈલ છોડ્યા

Last Updated on October 31, 2019 by Mansi Patel

ઉત્તર કોરિયાએ ગુરૂવારે પૂર્વ સાગર તરફ બે પ્રોજેક્ટાઈલ મિસાઈલ છોડી હતી. દક્ષિણ કોરિયાના સંયુક્ત ચીફ ઓફ સ્ટોકે યોનહેપનાં હવાલાથી આ વાતની જાણકારી આપી હતી. તેમણે કહ્યુ, બપોરે દક્ષિણ પ્યોંગાન પ્રાંતમાં બંને મિસાઈલોને છોડવામાં આવી હતી. અમારી સેના અતિરિક્ત પ્રક્ષેપણ અને તત્પરતા બનાવી રાખવાની સ્થિતીમાં નજર રાખી રહી છે.

ઉત્તર કોરિયાએ આ મિસાઈલ ટેસ્ટ અમેરિકાની સાથે થયેલાં પરમાણું ચર્ચાઓને લઈને ઉત્પન્ન થયેલાં ગતિરોધની વચ્ચો કર્યો છે. આની પહેલાં ઉત્તર કોરિયાએ 2 ઓક્ટોબરે ઓછા અંતરની અન્ય ઘણી મિસાઈલોનું પરિક્ષણ કર્યુ હતુ, જેમાંથી એક મિસાઈલ જાપાનના વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર હેઠળ આવતા જળક્ષેત્રમાં પડી હતી. સિયોલ અને ટોક્યોનાં સૂત્રોએ આ જાણકારી આપી હતી.

દક્ષિણ કોરિયાનાં સંયુક્ત ચીફ ઓફ સ્ટાફે કહ્યુકે, આ મિસાઈલો પૂર્વ શહેર વોનસનથી પ્રક્ષેપિત કરાવવામાં આવી હતી. જાપાન સરકારે તે બેલેસ્ટિક મિસાઈલ હોવાની સંભાવના વ્યક્ત કરી છે. ઉત્તર કોરિયાને ચેતવણી છતાં પણ તે મિસાઈલનું પરિક્ષણ કરતું રહે છે.

READ ALSO

Related posts

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદામાં થઇ વૃદ્ધિ, 31 ડિસેમ્બર સુધી ITR ફાઈલ કરવા પર નહિ લાગે કોઈપણ ચાર્જ

Zainul Ansari

ક્વાડ પર અકળાયું ચીન, કહ્યું: સમયની વિરુદ્ધમાં છે આવા સમૂહોનું ગઠન, તેમને નહિ મળે સમર્થન

Pritesh Mehta

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!