GSTV

હવે તો હદ થઈ/ મોબાઈલ વાપરતાં સનકી તાનાશાહ કિમ જોંગે 10 નાગરિકોને આપી મોતની સજા, દેશભરમાં પાડ્યા હતા દરોડા

Last Updated on June 24, 2021 by Vishvesh Dave

નોર્થ કોરિયામાં હાલમાં ભૂખમરા જેવી સ્થિતિ છે પણ તાનાશાહ કિમ જોંગ સામે કોઈ હરફ પણ ઉચ્ચારી શકે તેમ નથી. દુનિયાના સૌથી સનકી શાસક ગણાતા કિમ જોંગનું મગજ ક્યારે પિત્તો ગુમાવશે તે કોઈ કહી શકતું નથી. હવે એવા અહેવાલો આવ્યા છે કે, મોબાઈલ વાપરવા બદલ કિમ જોંગે 10 નાગરિકોને મોતની સજા આપી છે. આ નાગરિકોએ ચીનના મોબાઈલ નેટવર્ક થકી બહારની દુનિયા સાથે સંપર્ક કરવાની કોશિશ કરી હતી.

ઉત્તર કોરિયામાં ચીનના મોબાઈલ નેટવર્કના ઉપયોગ પર પણ પ્રતિબંધ છે અને આ પ્રતિબંધનો ભંગ કરવા બદલ આ દસ નાગરિકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. એવું મનાય છે કે, નોર્થ કોરિયાની સત્તાધારી પાર્ટીએ 150 લોકોને પકડયા હતા. માર્ચ મહિનાથી નોર્થ કોરિયાની સિક્રેટ પોલીસ તેમના પર નજર રાખી રહી હતી. એ પછી દેશભરમાં દરોડા પાડવામાં આવી રહ્યા હોવાનુ જાપાનના એક અખબારનુ કહેવુ છે.

નોર્થ કોરિયામાં હાલમાં ભૂખમરા જેવી સ્થિતિ છે અને રોજ બરોજની વસ્તુઓના ભાવ આસમાનને અડી રહ્યા છે. આમ છતા નોર્થ કોરિયાના લોકો બહારથી મદદ માંગી શકે તેમ નથી. ચીનની બોર્ડર સાથે જોડાયેલા નોર્થ કોરિયાના રયાનગેંગ પ્રાંતમાં સીમા પારથી સામાન લાવનારા લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે.

નોર્થ કોરિયાના સંખ્યાબંધ લોકોના સગા સાઉથ કોરિયામાં રહે છે. તેમની સાથે સંપર્કમાં રહેલા નોર્થ કોરિયાના લોકો દાણચોરીના ફોન અને સિમ કાર્ડ પર આધાર રાખે છે. તેના થકી તેઓ દેશ બહારથી મદદ મંગાવે છે. 2008 પહેલા તો નોર્થ કોરિયામાં મોબાઈલ રાખવા પર પણ પ્રતિબંધ હતો. આ પ્રતિબંધ હળવો કરાયો છે પણ નેટવર્ક પર હજી પણ જાત જાતના પ્રતિબંધો છે.

ALSO READ

Related posts

Big News: આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

Bansari

50 વર્ષથી સુથારી કામ છોડી સંગીતના સાધનો રીપેર કરનાર કારીગર મજૂરી કરવા મજબૂર, ધંધો ઠપ્પ થતા છીનવાઇ આજીવિકા

Dhruv Brahmbhatt

કોણે કાપ્યું બિગ બોસના હોસ્ટ તરીકે સલમાન ખાનનું પત્તુ ? 15મી સીઝનને કરણ જોહર કરશે હોસ્ટ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!