GSTV
News Trending World

Nuclear Test : પરમાણુ બૉમ્બ પ્રયોગની તૈયારી કરી રહ્યું છે ઉત્તર કોરિયા

અમેરિકા ઘણા સમયથી કહી રહ્યું છે કે, ઉત્તર કોરિયા તેનો સાતમો પરમાણુ બૉમ્બ પ્રયોગ કરવાનું છે. આથી ઉત્તર કોરિયા ઉપર વધુ કઠોર પ્રતિબંધો મુકવા અમેરિકા યુનોને આગ્રહ કરી રહ્યું છે. આ સાતમા અણુ પ્રયોગ માટે ઉ. કોરિયા તેની યોંગબીયોનું સ્થિત ન્યુક્લિયર ફેસીલીટીમાં તૈયારીઓ કરી રહ્યું છે અહીં તેનું ન્યુક્લિયર રિએક્ટર આવેલું છે.

આ સંબંધે યુનોના મોનિટર્સે જણાવ્યું હતું કે, આ અંગે વિશેષ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું છે કે અચાનક જ કરેલા એક મેજર એટેક દ્વારા ઉ. કોરિયાએ લાખ્ખો ડૉલર ક્રિપ્ટો એસેટ્સ ચોરી લીધી હતી. આ ઉપરાંત યુનોના મોનિટર્સે પહેલા તેમ પણ જણાવ્યું હતું કે, પોતાના ન્યુક્લિયર એન્ડ મિસાઇલ પ્રોગ્રામ્સને માટે જરૂરી નાણાં ઉભા કરવા તે સાઇબર એટેક્સ કરી રહ્યું છે. તેની બીજી સાયબર પ્રવૃત્તિ WMD  – વેપન ઑફ માસ ડિસ્ટ્રીક્શન માટે માહિતી અને સાધનો મેળવવા માટે ચાલી રહી છે.

તે સર્વવિદિત છે કે યુનોની સલામતી સમિતિએ ઉત્તર કોરિયાને પરમાણુ બૉમ્બ પ્રયોગો અને બેલાસ્ટિક મિસાઇલ્સ બનાવવા માટે ‘ના’ કહી હતી પરંતુ ઉ. કોરિયાએ તે જરા પણ ગણકારી નથી. તેણે સાતમો અણુ બૉમ્બ પ્રયોગ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત તેણે બેલાસ્ટિક અને ગાઇડેડ ટેક્નોલોજી ધરાવતા ૩૧ મિસાઇલ્સ પ્રયોગ માટે વહેતા મૂકી જ દીધા હતા તે પૈકી છ ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલ  (ICBM) છે અને બે સ્પષ્ટતઃ બેલાસ્ટિક મિસાઇલ હતા.

ટૂંકમાં ઉ. કોરિયા, યુનોની કોઈપણ સૂચનાથી કે અમેરિકાની ધમકીની પણ ઐસી કી તૈસી કરી તેના પરમાણુ બૉમ્બ અને ICBMકાર્યક્રમો આગળ ધપાવી રહ્યુ છે.

Related posts

પતિના વર્તનનાં કારણે ઘરમાં અશાંતિ રહેતી હોય, તો તે ઘરમાં રહેવાનો હકદાર નથી, વકીલ પત્નીને ઘર શોધવા કર્યો નિર્દેશ

Hemal Vegda

Monkeypox: લક્ષણો વિના પણ સામે આવી શકે છે મંકીપોક્સના કેસ, સંશોધનમાં થયો ચોંકાવનારો ખુલાસો

Binas Saiyed

મદ્રાસ હાઈકોર્ટે ‘નો કાસ્ટ, નો રિલિજિયન’ પ્રમાણપત્ર આપવાનો આદેશ આપ્યો, શાળામાં પ્રવેશ ન મળવા માટે કરાઈ હતી અરજી

Binas Saiyed
GSTV