ઉત્તર કોરિયાએ કહ્યું છે કે જો અમેરિકા પોતાના પરમાણુ ખતરાને પહેલા સમાપ્ત નહીં કરે

ઉત્તર કોરિયાએ કહ્યું છે કે જો અમેરિકા પોતાના પરમાણુ ખતરાને પહેલા સમાપ્ત નહીં કરે તો ઉત્તર કોરિયા એક તરફી પરમાણુ નિશસ્ત્રીકરણ નહીં કરે. ઉત્તર કોરિયાની સરકારી ન્યૂઝ એજન્સી મારફત આ નિવેદન તેવા સમયે આવ્યું છે કે જ્યારે પરમાણુ નિશસ્ત્રીકરણ પ્રક્રિયા અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને દૂર કરવાના મુદ્દે અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેની વાતચીતમાં મતભેદ ઉભર્યા છે. ઉત્તર કોરિયાએ પરમાણુ નિશસ્ત્રીકરણ પર પોતાનું જૂનું વલણ દોરાવ્યું અને સિંગાપોર સમજૂતીના સંબંધે ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો. ઉત્તર કોરિયાએ કહ્યું નિશસ્ત્રીકરણમાં સમગ્ર કોરિયાઇ પ્રાંતનો સમાવેશ થાય છે. જ્યાં અમેરિકાએ પોતાના પરમાણુ હથિયાર અને સેના તૈનાત કરી રાખી છે. પહેલા અમેરિકા પોતાના પરમાણુ ખતરાને સમાપ્ત કરે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter