GSTV
Home » News » ઉત્તર કોરિયાએ વધુ એક મિસાઇલ પરીક્ષણ, જાપાનની ઉપરથી પસાર થઇ મિસાઇલ!

ઉત્તર કોરિયાએ વધુ એક મિસાઇલ પરીક્ષણ, જાપાનની ઉપરથી પસાર થઇ મિસાઇલ!

ઉત્તર કોરિયાએ ફરી પોતાની મનમાની ચાલુ રાખતા વધુ 1 મિસાઈલ પરીક્ષણ કર્યું છે. ઉત્તર કોરિયાએ જાપાનની ઉપરથી મિસાઈલ છોડી ફરી આ વિસ્તારમાં તંગદીલી ઉભી કરી છે.

આ મિસાઈલ 2700 કિલોમીટર દૂર અને 550 કિલોમીટર ઉંચે ગઈ હતી. આ મિસાઈલ પ્રશાંત મહાસાગરમાં આવેલા જાપાનના હોક્કાઈદો દ્વીપ પાસે દરિયામાં ખાબકી હતી. અનેક ચેતવણી છતા ઉત્તર કોરિયાએ મિસાઈલ પરીક્ષણ કરી ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે અમેરિકાના વિરોધની તેને પરવા નથી. તે પોતાની મનમાની કરતું રહેશે.

જો કે જાપાને આ મિસાઈલ પરીક્ષણનો ભારે વિરોધ કર્યો છે. જાપાનના વડાપ્રધાન શિન્જો એબેએ આ પરીક્ષણને આ વિસ્તારની શાંતિ અને સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે.

જાપાને ઉત્તર કોરિયાની હરકતોને જોતા PAC-3 મિસાઈલ ડીફેન્સ સિસ્ટમ તૈનાત કરી છે. માનવામાં આવે છે કે વર્ષ 2009 બાદ પહેલીવાર ઉત્તર કોરિયાની મિસાઈલે જાપાન ક્રોસ કર્યું છે.

Related posts

દુનિયાને Cut+Copy+Pasteની મહાન ભેટ આપનારા વૈજ્ઞાનિકનું નિધન, જાણો કોણ છે આ મહાન હસ્તી

Pravin Makwana

CAA પર પાકિસ્તાનમાં UN પ્રમુખનું નિવેદન : આ કાયદાથી મુસ્લિમોની નાગરિકતા છીનવાઈ શકે છે

Mayur

જર્મનીમાં બે જગ્યાએ ફાયરિંગ થતા 8 લોકોનાં મોત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!