GSTV

ઉત્તર કોરિયા તબાહીના આરે: કોરોનાએ બરબાદ કર્યું અર્થતંત્ર, કિમ જોંગ ઉને કરી આ જાહેરાત

Last Updated on June 20, 2021 by Pritesh Mehta

કોરોનાકાળના કારણે અનેક દેશો આર્થિક સંકટમાં સપડાયા છે. જોકે ઉત્તર કોરિયાની સ્થિતિ વધુ ગંભીર બની છે. અને આ વાત ખુદ ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિંગ જોંગ ઉને કહી છે. કિમ જંગ ઉન આ સપ્તાહે રાજધાની પ્યોંગયોગમાં સત્તાધારી પાર્ટી વર્કર્સ પાર્ટીની મહત્ત્વની સેન્ટ્રલ કમિટીની બેઠક ઉપસ્થિત રહ્યા જ્યાં તેમણે દેશમાં ભોજનની અછતની સ્થિતિ વિશે ચર્ચા કરી અને તે વાત સમગ્ર દેશ દુનિયામાં ચર્ચાનો વિષય બની.

ઉત્તર કોરિયા

હથિયારોની હોડમાં ચારતા ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિંમ જોંગ ઉન અત્યારે સૌથી મોટી ચિંતામા સપડાયા છે. સમગ્ર દેશમાં ભૂખમરાનું સંકટ તોળાઈ રહ્યુ છે. અને ખોરાકના બાબતે સ્થિતિ વધુને વધુ કપરી બનતી જાય છે.

ઉત્તર કોરિયામાં શા માટે ભૂખમરાનું સંકટ પેદા થયુ તેના પર નજર કરી તે પહેલા હાલ ત્યાં ખાનપાનની ચીજોના આસમાને પહોંચેલા ભાવ પર નજર કરીએ તો. ઉત્તર કોરિયન સમાચાર એજન્સી અનુસાર, ઉત્તર કોરિયામાં કેળાં 3,336 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે. જ્યારે એક ચાયની કિંમત 5,100 રૂપિયા થઈ છે. જ્યારે કોફીની કિંમત 7,300 રૂપિયા સુધી પહોંચી છે.

આમ ઉત્તર કોરિયામાં ચાની ચુસ્કી હવે સામાન્ય જનતા માટે કડવી નહી પરંતુ જાણે અપ્રાપ્ત થઈ છે. સરમુખત્યાર કિંગ જોંગ ઉને તેમના દેશવાસીઓને કોરોનાના નિયંત્રણો લંબાવવાને કારણે સર્જાનારી સંભવિત અનાજની અછતનો સામનો કરવા તૈયાર રહેવા જણાવ્યું છે. ભાંગી પડેલા અર્થતંત્રને બચાવવા બોલાવવામાં આવેલી રાજકીય પરિષદમાં તેમણે આ ચેતવણી આપી હતી.

નાગરિકોના પેટ ભરવામાં સક્ષમ ન રહેલા કિંમ જોંગ ઉનના દેશમાં હવે માત્ર બે મહિના ચાલે તેટલુ જ રાશન બચ્યુ હોવાનો સંયુક્ત રાષ્ટ્રની એજન્સી એફએઓએ કહ્યુ છે. ખુદ કિંગ જોંગ ઉને પણ ખાદ્યાત્ન સંકટ પર વિસ્તૃતમાં માહિતી ન આપી પરંતુ જનતા ભૂખમરા જેવી સ્થિતિ માટે તૈયાર રહેવા અપીલ કરી છે. તો સાથે જ તેમની પાર્ટીના કાર્યકરોને જનતાને બચાવવાના કામમા લાગી જવા અપીલ કરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

સબ સલામતના દાવાઓ પોકળ: આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચું નાખીને બે કરોડની લૂંટ, ગણતરીની મિનીટોમાં આરોપી ઝડપાયો

pratik shah

Tokyo Olympics: સિલ્વર ગર્લ મીરાબાઈ ચાનૂને મળી શકે છે ગોલ્ડ મેડલ, ચીની ખેલાડી પર ડોપની આશંકા!

pratik shah

વાતચીત / ભારત-ચીન સૈન્ય વચ્ચે 31મીએ મહત્વની બેઠક, તણાવનો અંત લાવવા મહત્વના મુદ્દાઓ પર કરાશે ચર્ચા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!