GSTV
Gujarat Government Advertisement

ઉત્તર કોરિયાએ સોહે સેટેલાઇટ લોન્ચ સ્થળેથી વધુ એક પરિક્ષણ કર્યુ : ક્રિસમસ ભેટ સાચી ઠેરવી

Last Updated on December 15, 2019 by Mayur

ઉત્તર કોરિયાએ સોહે સેટેલાઇટ લોન્ચ સૃથળેાૃથી વધુ એક મહત્ત્વપૂર્ણ પરિક્ષણ કર્યુ છે. ઉત્ર કોરિયાનાી સરકારી ન્યૂઝ એજન્સી કેસીએનએએે દેશની રાષ્ટ્રીય સંરક્ષણ વિજ્ઞાાન એકેડમી(નેશનલ એકેડમી ઓફ ડિફેન્સ સાયન્સ)ના પ્રવક્તાના સંદર્ભથી જણાવવામાં આવ્યું છે કે પરીક્ષણ ૧૩ ડિસેમ્બરની રાતે ૧૦.૪૧ થી ૧૦.૪૮ વાગ્યાની વચ્ચે કરવામાં આવ્યું હતું.

પ્રવક્તાએ જણાવ્યું હતું કે સંશોાૃધન સફળતાઓને ઉત્તર કોરિયાના સામરિક પરમાણુ નિવારક ક્ષમતાને વાૃધારવામાં કરવામાં આવશે. સમાચાર એજન્સી રાયટરના જણાવ્યા અનુસાર કેસીએનએ તરફથી એ જણાવવામાં આવ્યું નથી કે આ પરીક્ષણ કેવા પ્રકારનું હતું. ઉલ્લ્ખનીય છ કે અમેરિકાના ઉત્તર કોરિયા માટેના વિશેષ દૂત સ્ટીફન બેગન આવતીકાલથી સિઓલના ત્રણ દિવસીય પ્રવાસ માટે આવવાના છે. આ પ્રવાસના એક દિવસ પહેલા જ આ પરિક્ષણ કરવામાં આવ્યું છે.

ઉત્તર કોરિયાએ આ અગાઉ સાત ડિસેમ્બરના રોજ પણ એક મહત્ત્વપૂર્ણ પરિક્ષણ કર્યુ હતું. આ પરિક્ષણ પણ સોહે સેટેલાઇટ લોન્ચ સૃથળેાૃથી કરવામાં આવ્યું હતું. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર ઉત્તર કોરિયાએ આ પરમાણુ પરિક્ષણ બંધ કરવાનું વચન આપ્યું હતું. આ દરમિયાન દક્ષિણ કોરિયાના સંરક્ષણ પ્રધાન જિયોંગ કેઓંગ ડુના જણાવ્યા અનુસાર આ એક એન્જિન પરિક્ષણ હતું. ઉલ્લેખનીય છે કે પરમાણુ નિઃશસ્ત્રીકરણ મુદ્દે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉનની વચ્ચે બે વખત શિખર મંત્રણા થઇ ચૂકી છે.

પ્રથમ વખત ગયા વર્ષે જૂન મહિનામાં સિંગાપોરમાં મંત્રણા કરવામાં આવી હતી. ત્યારબાદ તેમની વચ્ચે બીજી મંત્રણા ચાલુ વર્ષે ફેબુ્રઆરીમાં વિયેતનામમાં થઇ હતી. પ્રતિબંધ દૂર કરવાની ઉત્તર કોરિયાની માગ પર આ મંત્રણા કોઇ પણ ઉકેલ વગર સમાપ્ત થઇ ગઇ હતી. ત્યારબાદ થી બંને દેશો વચ્ચે કોઇ મંત્રણા થઇ નથી.

તાજેતરમાં જ ઉત્તર કોરિયાએ જણાવ્યું હતું કે પરમાણુ મંત્રણાને બચાવવા માટે હવે ખૂબ જ ઓછો સમય બાકી રહ્યો છે અને તે અમેરિકા પર નિર્ભર કરે છે કે તેને ક્રિસમસ પર અમારા પાસેથી કઇ ભેટ જોઇએ છે. ઉત્તર કોરિયાએ યુરોપિયન યુનિયનના સભ્ય દેશો બ્રિટન, ફાન્સ, જર્મની, પોલેન્ડ અને બેલ્જિયમને મૂર્ખ ગણાવ્યા હતાં. ઉત્તર કોરિયાએ આ અગાઉના પરિક્ષણ અંગે જણાવ્યું હતું કે આ પરિક્ષણ તેમના દેશની સુરક્ષા મજબૂત કરવામા માટે કરવામાં આવ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

વેક્સિનેશન પોલીસ પર રાહુલ ગાંધીના ચાબખા, કહ્યું: મોદી સરકારને પોતાનું PR કરવામાં વધુ રસ

Pritesh Mehta

WTC Final / ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનુ તૂટ્યું, ન્યૂઝીલેન્ડે રચ્યો ઇતિહાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!