GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં આ દિગ્ગજ ક્રિકેટરનાં સન્માનમાં કાળી પટ્ટી બાંધીને ઉતરી ટીમ ઈન્ડિયા

ભારતીય ક્રિકેટ ટીમ રવિવારે બેંગ્લોરનાં કે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાઈ રહેલી ત્રીજી અને નિર્ણાયક વનડે મેચમાં પોતાનાં કંધા પર કાળી પટ્ટી બાંધીને મેચ રમવા માટે મેદાન પર ઉતરી હતી.

ઇંગ્લેન્ડ સામે એક ટેસ્ટ મેચમાં સતત 21 ઓવર મેડન નાંખવાનો રેકોર્ડ જેના નામે છે તેના દિગ્ગજ પૂર્વ ભારતીય ઑલરાઉન્ડર બાપુ નાડકર્ણીનું શુક્રવારે નિધન થયું છે. તેમણે 86 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યુ. તેમના પરિવારમાં પત્ની અને બે દિકરીઓ છે.ભારતીય ક્રિકેટ ટીમે પૂર્વ ભારતીય ઑલરાઉન્ડર રમેશચંદ્ર ગંગારામ બાપૂ નાડકર્ણીનાં નિધન પર તેમને સન્માન આપવા માટે પોતાની બાજુઓ પર કાળી પટ્ટી બાંધીને મેદાન પર મેચ રમવા માટે ઉતરી હતી.

ભારતીય ઑલરાઉન્ડર રમેશચંદ્ર ગંગારામ બાપૂ નાડકર્ણી ડાબોડી બેટ્સેમેન અને સ્પિનર હતા. તેમણે ભારતીય ટીમ તરફથી 1995થી લઈને 1968 સુધી 41 ટેસ્ટ મેચ રમી હતી. જેમાં તેમણે 1414 રન બનાવવા સિવાય 88 વિકેટ પણ ઝડપી હતી. બાપૂ નાડકર્ણીએ 1964માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચેન્નઈમાં રમાયેલી ટેસ્ટ મેચમાં સતત 21 મેડન ઓવર નાખી હતી. તેમણે ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ જ ટેસ્ટ ક્રિકેટમાં એન્ટ્રી કરી હતી. જો કે તેમણે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ પણ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમી હતી. તેઓ અત્યાર સુધીનાં સૌથી સફળ સ્પિનર બોલર રહ્યા છે. બાપુ નાડકર્ણીએ પોતાનાં ટેસ્ટ કેરિયરમાં 9165 બોલ ફેક્યાં અને તેમાં ફક્ત 2559 રન આપ્યા હતા.

READ ALSO

Related posts

દેશની બીજા નંબરની સૌથી મોટી બેંક બની શકે છે ભારતીય પોસ્ટ, ગ્રામિણ બેંકોનું થઈ શકે છે વિલિનીકરણ

Pravin Makwana

અમદાવાદની સોલા સિવિલના આઇ.સી.યુ વોર્ડની દયનીય સ્થિતિનો વીડિયો વાયરલ

Nilesh Jethva

સુરતમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોની હપ્તાખોરીનો વીડિયો વાયરલ થતા નાયબ પોલીસ કમિશનરે કરી મોટી કાર્યવાહી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!