GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા, દિલ્હી સહિત મેદાની વિસ્તારોમાં હાડ થીજાવતી ઠંડી

પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાને કારણે રાજધાની દિલ્હી સહિત મેદાની વિસ્તારોમાં તાપમાનનો પારો ઘણો નીચે ગગડ્યો છે. બર્ફિલા પવનોને કારણે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. એવામાં બેઘર લોકોની જિંદદી બેહાલ છે. હાડ થીજાવી દેતી ઠંડીને કારણે દિલ્હીમાં 14 દિવસમાં 96 બેઘરોના મોત થયા છે. તેમાં સૌથી વધુ મોત નોર્થ દિલ્હીમા થયા છે. આ એવા લોકો છે જે દિલ્હીમાં કામની શોધમાં રોજીરોટી માટે આવે છે. મોતના આ આંકડાથી ઠંડીના પ્રકોપનો જ અંદાજ તો લગાવી શકાય છે, તો સાથે એ પણ સમજી શકાય છે કે જેના માથે છત નથી તેમના માટે દિલ્હી કેટલી તૈયાર છે.

ઠંડીથી મોતનો આ દાવો સેન્ટર ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ નામની એજન્સીએ કર્યો છે. આ આંકડા મુજબ ડિસેમ્બર 2018થી જાન્યુઆરી 2019 સુધી કુલ 331 લોકોના ઠંડીથી મોત થયાં છે. જેમાં 235 લોકોએ ડિસેમ્બર મહિનામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે નવા વર્ષના 14 દિવસમાં જ 96 બેઘરોના મોત થયાં છે. સેન્ટર ફોર હોલિસ્ટક ડેવલપમેન્ટે જણાવ્યું કે આ આંકડા ગૃહ મંત્રાલયની વેબસાઈટમાંથી કાઢવામાં આવ્યા છે. બર્ફિલા પવનોને કારણે હવામાન સતત ઠંડુ થઈ રહ્યું છે એવામાં બેઘર લોકોના મોતનો આંકડો ન વધે તે માટે સરકારે પર્યાપ્ત વ્યવસ્થા કરવી જોઈએ.

Related posts

અમારી સાથે 30 ધારાસભ્યો, અશોક ગહેલોત ફ્લોર ટેસ્ટ સાબિત કરે

Pravin Makwana

લદ્દાખના ચુશૂલમાં કાલે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરિય વાતચીત, લેફ્ટિનેંટ જનરલ સ્તરની બેઠક

Pravin Makwana

ખાદ્યપદાર્થો મોંઘા થતાં જૂન મહિનામાં છૂટક ફુગાવો વધ્યો, સરકારે જાહેર કર્યા આ આંકડાઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!