GSTV

બાપરે 51 ડિગ્રી!!! અગનવર્ષાથી શેકાતું ઉત્તર ભારત, ગરમીના પ્રચંડ રૂપથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા લોકો

Last Updated on June 2, 2019 by Arohi

ઉત્તર ભારતના આકાશમાંથી સતત બીજા દિવસે પણ અગનવર્ષા શરૂ રહી હતી. માત્ર ઉત્તર ભારત જ નહીં પરંતુ દેશના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવ અને ગરમીના લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

વચ્ચે થોડા વિરામ બાદ ગરમીએ ફરીથી પોતાનું પ્રચંડ સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધુ છે. રાજસ્થાનના ચારૂમાં શનિવારે ગરમીનો પારો ૫૦ ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આ ઉપરાંત ઘણા બધા વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા વધુ નોંધાયુ છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજુ આગામી અઠવાડિયા દરમિયાન ગરમીનો પ્રકોપ જોવા મળશે. રાજધાની દિલ્હીમાં શનિવારના રોજ હવામાન વિભાગ દ્વારા અપાયેલા રેડ એલર્ટ વચ્ચે પાલમ વેધશાલામાં ૪૬.૧ ડિગ્રીનું અધિકત્તમ તાપમાન નોંધાયુ છે. આગામી અઠવાડિયામાં પણ પારો ૪૪.૬ ડિગ્રીની આસપાસ જ રહેશે તેવું અનુમાન લગાવવામાં આવ્યુ છે.

રાજસ્થનમાં હીટવેવની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં આવેલું ચુરૂ ૫૦.૮ ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર બન્યુ છે. આ તાપમાને પાછલા ૭૫ લર્ષનો રેકોર્ડ તોડયો છે. સામાન્ય કરતા આ તાપમાન ૯ ડિગ્રી વધારે છે.

માત્ર ચુરૂ જ નહીં પરંતુ ગંગાનગર, બિકાનેર, જેસલમેર સહિતના શહેરોમાં તાપમાન ૪૫ ડિગ્રીની ઉપર નોંધાયુ છે. ગંગાનગરમાં ૪૯, બિકાનેરમાં ૪૭.૯, જેસલમેરમાં ૪૭.૨, કોટામાં ૪૬, જોધપુરમાં ૪૫.૬, જયપુરમાં ૪૫.૨ અને બાડમેરમાં ૪૪.૫ ડિગ્રી સાથે શનિવારનો દિવસ સૌથી ગરમ રહ્યો હતો.

heat wave india

તો ઉત્તરપ્રદેશના લોકો પણ ગરમીથી તોબા પોકારી ઉઠયા છે. ત્યાં બાંડામાં ૪૮.૪ ડિગ્રી સાથે સિઝનનુ સૌથી ઉંચુ તાપમાન નોંધવામાં આવ્યુ છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યુ છે કે રાજસ્થાન, વિદર્ભ અને મધ્ય પ્રદેશમાં આગામી પાંચ દિવસ સુધી આવી જ સ્થિતિ રહેશે તો પંજાબ, હરિયાણા, ચંદિગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આગામી ત્રણ દિવસ સુધી હીટવેવેની સ્થિતિ યથાવત રહેશે. 

તાપમાન જ્યારે ૪૫ ડિગ્રીથી ઉપર જાય છે તેવી સ્થિતિને હીટવેવ ગણવામાં આવે છે. પંજાબ અને હરિયાણામાં પણ આવી જ સ્થિતિનું નિર્માણ થયુ છે. હરિયાણાનું નારનૌલ ૪૭.૨ ડિગ્રી અને હિસારમાં ૪૫.૬ ડિગ્રી સાથે સામાન્ય કરતા ૩ ડિગ્રી ઉંચુ તાપમાન નોંધાયુ હતું. તો પંજાબમાં પારો સામાન્ય કરતા પાંચ ડિગ્રી ઉંચે પહોંચ્યો છે.

અમૃતસરમાં ૪૫.૭  અને લુધિયાણામાં ૪૪.૧ તથા ચંદીગઢમાં ૪૪.૯ ડિગ્રી ગરમી નોંધાઇ છે. હિલ સ્ટેશન હિમાચલ પ્રદેશ પણ ગરમીની ઝપેટમાં આવ્યુ છે. જ્યાં પાર જગ્યા પર આ વર્ષનું સૌથી ઉંચુ તાપમાન જોવા મળ્યુ છે. ઉના ૪૪.૯ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યુ હતું. તો બિલાસપુરમાં ૪૩, હમિરપુરમાં ૪૦.૬ અને મંડીમાં ૪૦.૫ ડિગ્રી તાપમાને લોકો શેકાયા હતા. 

બરફ આચ્છાદિત દેશના ઉત્તરે આવેલા જમ્મુ અને કશ્મીરમાં પણ તાપમાને આ વર્ષે રેકોર્ડ તોડયા છે. દર વર્ષે રહેતા સામાન્ય તાપમાનની સરખામણીમાં આ વર્ષે ૪.૨ ડિગ્રીના વધારા સાથે જમ્મુ શહેરમાં પારો ૪૩.૫ ડિગ્રી પર પહોંચ્યો છે. આવી આગઝરતી ગરમીમાં જમ્મુમાં બે દિવસથી વીજ ધાંધિયાના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ભારત પણ હીટવેવના કારણે ભઠ્ઠી બન્યુ છે. ઓરિસ્સામાં દસ જગ્યા પર હાઇએસ્ટ તાપમાન નોંધાયુ છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે દક્ષિણ ભારતમાં પણ બે દિવસ સુધી આવી જ સ્થિનો સામનો લોકોએ કરવો પડશે. આ બે દિવસની અંદર દેશના કેટલાય ભાગોમાં ગરમીેનો રેકોર્ડ તુટયો છે ત્યારે આગામી ૪૮ કલાકમાં હજુ પણ આવા રેકોર્ડ તુટશે.

ચોમાસુ મોડું બેસવાની શક્યતા : હવામાન એજન્સી સ્કાયમેટ

હાલમાં દેશ આખો ભીષણ ગરમીમાં શેકાય રહ્યો છે. સૌ કોઇ આ ગરમીથી છુટકારો મેળવવા હવે ચોમાસાની રાહ જુવે છે. ત્યારે ખાનગી હવામાન એજ્સી સ્કાયમેટ દ્વારા ચોમાસુ મોડુ બેસવાની શક્યતા બતાવવામાં આવી છે. આ પહેલા સ્કાયમેટ અને હવામાન વિભાગ દ્વારા ૬ જુને કેરળમાં ચોમાસુ આવી પહોંચશે તેમ જણાવ્યુ હતું. પરંતુ હાલના રિપોર્ટમાં જણાવ્યુ છે કે વર્તમાન હવામાનની પરિસ્થિતિ પ્રમાણે ચામાસુ બેથી ત્રણ દિવસ મોડુ આવશે. સૈત જુનથી દસ જુન સુધીમાં ચોમાસુ કેરળ આવી પહોંચશે તોવી શક્યતા દર્શાવામાં આવી છે.  ઉપરાંત હજુ પણ આ સમયમાં ફેરફાર થવાની શક્યતા બતાવી છે, કેમકે દેશની આસપાસના વાતાવરણમાં સતત ફેરફાર થઇ રહ્યો છે.

Read Also

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

સરહદ વિવાદ / આસામ અને મિઝોરમ વિવાદ ઉકેલાશે: પેરામિલિટ્રી થશે તૈનાત: MHAની બેઠકમાં બંને રાજ્યો સમાધાન માટે તૈયાર

Zainul Ansari

સોશિયલ મીડિયા પર યથાવત ‘મોદી લહેર’, Twitter પર ફોલોઅર્સ વધીને 7 કરોડને પાર થયા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!