GSTV
Gujarat Government Advertisement

ઉત્તર ગુજરાત/ નીતિન પટેલનો ગઢ જીત્યા બાદ વધુ બે નગરપાલિકામાં કમળ ખીલ્યુ, જાણો કેટલી બેઠકો સાથે થયો વિજય

નગરપાલિકા

ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ગઢ મનાતા કડીમા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. કડી નગરપાલિકામાં કુલ 9 વોર્ડની 36 બેઠકો પર ચૂંટણી થઈ હતી અને તેમાં 36 બેઠકોમાંથી 35 બેઠકો પર ભાજપનો વિજય થતાં કડી નગરપાલિકા ભાજપે કબજે કરી છે. કડી નગરપાલિકામાં વોર્ડ નંબર પાંચમાં એક બેઠક કોંગ્રેસને મળી છે. કડી નગરપાલિકામાં 2015 માં ભાજપે 28 બેઠકો મેળવી હતી એ જોતાં ભાજપની બેઠકોમાં વધારો થયો છે.

Gujarat Government Advertisement
નગરપાલિકા

36 બેઠકમાંથી ભાજપનો 20 બેઠક પર વિજય

ઉત્તર ગુજરાતમાં કડી પછી અન્ય બે નગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. સાબરકાંઠાની હિંમતનગર નગરપાલિકામાં ભાજપની જીત થઈ છે. કુલ 36 બેઠકમાંથી ભાજપનો 20 બેઠક પર વિજય થયો છે. જ્યારે કોંગ્રેસે 4 બેઠકો જીતી છે. ત્યારે ભાજપનો વિજય આ પાલિકામાં થઈ ગયો છે. આ ઉપરાંત બનાસકાંઠાની ભાભર નગરપાલિકા ફરી રિપીટ થઈ છે. ભાભર પાલિકામાં ભાજપનો જ્વલંત વિજય થયો છે. 6 વોર્ડની બેઠકમાં 23 સિટ પર ભાજપનો ભગવો લહેરાયો છે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની મહેનત ફળી છે. ધારાસભ્ય ગેનીબેનનો દાવ પેચ ના ચાલ્યો. કોંગ્રેસને માત્ર એક જ સીટથી સંતોષ માનવાનો વારો આવ્યો છે. ભાજપની જીત થતા લોકોએ ઉત્સવ ઉજવ્યો હતો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

બચેલી ચાય પત્તીઓનો આ રીતે કરો ઉપયોગ, ઘણા કાર્યો થઈ જશે સરળ

Pravin Makwana

કોરોનાકાળમાં આટલી વસ્તુનું કરો સેવન, વાયરસ નજીક પણ નહીં આવે, આજે લેવાનું કરી દો શરૂ

Pravin Makwana

લૌરા જેસોર્કા(Laura Jasorka), જે તેના બધા કપડાં ઉતારી અને પર્વત પર ચઢી ગઈ

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!