GSTV
Gujarat Government Advertisement

વરસાદ/ દક્ષિણ ગુજરાતમાં કડાકા-ભડાકા સાથે મેઘરાજાની નૉનસ્ટોપ બેટિંગ, ખેડૂતો ચિંતિત

વરસાદ

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાદળોના ગડગડાટ અને વંટોળ સાથે સતત બીજા દિવસે મંગળવારની રાત્રીથી શરૃ થયેલો વરસાદ અટકવાનું નામ જ નહીં લેતા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 4.6 ઇંચ, બારડોલી, માંડવી, કામરેજમાં 4.5 ઇંચ , તાપી જિલ્લાના ડોલવણમાં 4 ઇંચ, વાલોડમાં 3.7 ઇંચ સહિત સર્વત્ર વિતેલા ૨૪ કલાકમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

Gujarat Government Advertisement

જાણો ક્યાં કેટલો વરસાદ

વરસાદ

ફલંડ કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ હવામાન વિભાગ દ્વારા સ્થાનિક અરેબિયન સીમામાં એક લો પ્રેશર સિસ્ટમ બનતા સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ હતી. આ આગાહી વચ્ચે મંગળવારે દિવસના મેઘરાજા શાંત રહ્યા બાદ સોમવારની રાતની જેમ જ મોડી રાત્રે તોફાની વરસાદ શરૃ થયો હતો. આ વરસાદ આખી રાત અને બુધવારે દિવસના પણ ચાલુ જ રહ્યો હતો. આથી બુધવારે સાંજે ૬ વાગે પુરા થતાં ૨૪ કલાકમાં સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં ૪.૫ ઇંચ સહિત તમામ તાલુકામાં મેઘરાજા મનમુકીને વરસ્યા હતા. બારડોલીમાં દેમાર વરસાદને પગલે અનેક સોસાયટીઓમાં પાણીનો ભરાવો થયો હતો. આ વરસાદમાં સુરત શહેરમાં પણ ૪ ઇંચ વરસાદ ખાબકયો હતો. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા. વિતેલા ૨૪ કલાકમાં સુરત જિલ્લામાં સરેરાશ ૩.૫ ઇંચ વરસાદ પડતા ખેતરો પાણીથી તરબોળ થતા ખેડૂતોમાં ખેતીપાકને લઇને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ ૪૮ કલાક સુધી વરસાદ વરસશે તેવી આગાહી કરાઇ છે.

વરસાદ

તાપી જિલ્લામાં મંગળવારે રાત્રે વ્યારા, ડોલવણ અને વાલોડ તાલુકામાં જોરદાર વરસાદ પડયો હતો. જયારે બુધવારે પણ જિલ્લામાં આખો દિવસ વરસાદનો માહોલ રહ્યો હતો. મંગળવારે રાત્રે 8 વાગ્યાથી બુધવારે સાંજે 4 વાગ્યા સુધીના 20 કલાકમાં ડોલવણમાં 4 ઇંચ, વાલોડમાં 3.7 ઇંચ સહિત સર્વત્ર વરસાદ વરસ્યો હતો. નવસારી જિલ્લામાં પણ સતત બીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વલસાડ જિલ્લામાં રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. સંઘપ્રદેશમાં પણ વરસાદ નોંધાયો હતો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદને અજગરી ભરડામાં લેતું કોરોના સંક્રમણ: 24 કલાકમાં રેકોર્ડબ્રેક કેસ, બહાર નીકળતા પણ ડરશો એવા ચોંકાવનારા છે આંકડા

Bansari

કોરોના વાયરસથી રાજ્યની દયનીય સ્થિતિ / સિદ્ધપુરના મુક્તિધામ સ્મશાનમાં અંતિમવિધિ માટે મૃતદેહોની લાંબી કતાર

Dhruv Brahmbhatt

ગિલોય જ્યુસના ફાયદા- ગિલોયનો રસ પ્રતિરક્ષા માટે અમૃત છે, જાણો તેના ફાયદા

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!