સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા છેલ્લા બે દિવસથી એકદમ શાંત થઇ ગયા છે. પરંતુ આ વર્ષે જે દેમાર વરસાદ વરસ્યો છે. તે વરસાદમાં દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ 76.48 ઇંચ અને 136 ટકા વરસાદ સુરત જિલ્લામાં વરસ્યો છે.જયારે જંગલોથી ભરપૂર એવા ડાંગ જિલ્લામાં ૫૫.૮ ટકા જ વરસાદ વરસ્યો છે.
બદલાતી વરસાદની પેટર્નથી સુરતમાં ખાડીપૂરની સ્થિતિ
સામાન્ય રીતે એવુ કહેવાઇ છે કે જયાં જંગલો વધુ હોઇ ત્યાં વરસાદ વધુ વરસે છે. પરંતુ જયારે આકાશમાં વરસાદની જે પેર્ટન બને છે. તે પેર્ટન જંગલો પર જ વરસાદ વરસશે એવુ નથી. આ પેર્ટનના આધારે હવામાન વિદ્દો આગાહી કરે છે કે દક્ષિણ ગુજરાતના કોઇ એક પોકેટમાં ભારે થી અતિભારે વરસાદ નોંધાશે.ત્યારે જંગલના વિસ્તારોમાં વરસવાના બદલે અન્ય વિસ્તારોમાં પણ વરસે છે. જેનું તાજુ ઉદાહરણ સુરત જિલ્લો છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં એક પછી એક વરસાદની પેર્ટન બનતી ગઇ અને વરસાદ વરસતો ગયો. જેમાં સુરત જિલ્લામાં ભારે વરસાદ વરસતા ખાડી પૂર આવ્યા, ખેતીપાકને વ્યાપક નુકસાન થયુ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન ઠપ્પ થઇ ગયુ છે. ઠેરઠેર રસ્તાઓ ખરાબ થતા અવર જવર ટ્રાફિકમાં ભારે અડચણો આવી રહી છે.


દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં સૌૈથી વધુ વરસાદ આ વખતે સુરત જિલ્લામાં વરસ્યો છે. સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં 76.48 ઇંચ અને મૌસમનો જે કુલ 100 ટકા વરસાદ હોઇ તેના આંકડા પાર કરીને 136 ટકા વરસાદ થઇ ચૂકયો છે
7 જિલ્લામાં નોંધાયેલો વરસાદ
જિલ્લો વરસાદ (ઇંચ ) ટકા
સુરત 76.48 136.60
નવસારી 75.32 103.94
વલસાડ 73.76 81.88

ડાંગ 55.88 58.77
તાપી 54,80 101.03
નર્મદા 42.52 100.45
ભરૃચ 36.24 124.97
Read Also
- ખુલી ગઇ રાખી સાવંતની પોલ! આ કારણે રચ્યો લગ્નનો ઢોંગ, જૂઠ્ઠાણામાં આખો પરિવાર સામેલ
- અમદાવાદ: સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓમાં નોંધપાત્ર ઘટાડો, હાલ માત્ર 16 દર્દી દાખલ
- Ind Vs Aus : મોહમ્મદ સિરાજ થયો ભાવુક, 5 વિકેટ લીધા બાદ પિતાને કર્યા યાદ
- અરે આ શું? નેહા ક્કકડે પતિ રોહનપ્રીતને આપી ઘમકી, કહ્યું…
- Wow! ઇમરાનનું ટેન્શન વધ્યું: સ્વતંત્ર સિંધુદેશની માંગ સાથે નીકળેલી રેલીમાં લાગ્યા PM મોદીના પોસ્ટર્સ