ગુજરાતની ભાજપ સરકારે આખરે વિવાદિત તાપી-પાર રિવર લિંક પ્રોજેક્ટને રદ્દ કર્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે સુરતમાં તાપી-પાર પ્રોજેક્ટને રદ્દ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સરકાર આદિવાસીઓના હિત માટે અનેક યોજનાઓ લાવી છે. પરંતુ તાપી-પાર લિંક પ્રોજેક્ટને લઇને આદિવાસીઓમાં ગેરસમજ ફેલાવવામાં આવી હતી. જેના કારણે આદિવાસીઓમાં પણ આ પ્રોજેક્ટને લઇને નારાજગી પ્રવર્તી રહી હતી.

આથી આદિવાસીઓના હિત માટે આ પ્રોજેક્ટ રદ્દ કરવામાં આવ્યો છે. મુખ્યપ્રધાનના નિવાસસ્થાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન મોદી સાથે બેઠક યોજવામાં આવી. જેમાં ગુજરાતના વિકાસના કામો સહિત તાપી પાર લિંક યોજના મામલે પણ ચર્ચા કરાઇ હોવાનું મનાઇ રહ્યું છે. તાપી-પાર પ્રોજેક્ટને લઇને સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો હતો. તેવામાં જો આ પ્રોજેક્ટ લાગુ થાય તો ચૂંટણી વખતે જ સરકારે આદિવાસીઓની નારાજગી સહન કરવી પડે. આવા સંજોગોમાં ચૂંટણીમાં ભાજપને ઘણું નુકસાન ભોગવવું પડી શકે છે. આથી સરકારે આખરે વિવાદનું કેન્દ્ર બનેલો આ પ્રોજેક્ટ રદ્દ કરવાની ફરજ પડી છે.

વર્ષ 2022 જેમ-જેમ પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યું છે તેમ ગુજરાતમાં રાજકીય પવનો પણ ગરમ થઈ રહ્યાં છે. આદિવાસી સમાજનો આક્રોશ જોઈને વોટબેંક બચાવવા BJP સરકારે 2022-23ના મોદી સરકારના બજેટમાં જાહેર કરેલી પાર-તાપી-નર્મદા યોજના મુદ્દે બેકફૂટ પર આવી હતી. આખરે આ પ્રોજેક્ટ રદ કરી દેવાયો છે.
READ ALSO:
- પતિ શાહિદ કપૂરને પોતાની તરફ ખેંચી મીરાએ કરી દીધી કિસ, વિડીયો જોઈ તમે પણ શરમાઈ જશો
- PM નરેન્દ્ર મોદી ૪થી જુલાઇએ ગુજરાતની મુલાકાતે, રાજ્યના CM ઉપરાંત કેન્દ્ર સરકારના બે મંત્રીઓ રહેશે હાજર
- વિકાસ/ ગુજરાતમાં ૩૭૬૦.૬૪ કરોડના ખર્ચે ૩૪ નેશનલ હાઇવે બનાવશે મોદી સરકાર, અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં અહીં બનશે નવા ફ્લાય ઓવર
- રૂપિયો તૂટ્યો! ડોલરની સામે 78.96ના ઐતિહાસિક તળિયે પહોંચ્યો, શું મહામંદીના ગ્રહણનાં એંધાણ?
- મહારાષ્ટ્રની રાજકીય ઉથલપાથલે લીધો નવો વળાંક, ઉદ્ધવ ઠાકરેને ફ્લોર ટેસ્ટ દ્વારા બહુમતી સાબિત કરવાનો આદેશ,