આફટર લોકડાઉનમાં સોશ્યિલ ડિસ્ટન્સનો અભાવ અને કોવિડ-૧૯ની માર્ગદક્ષિકાનું પાલન ન થતું હોવાને કારણે ઉત્તર ગુજરાતમાં કોરોના સંક્રમણ ચિંતાજનક વધી રહ્યો છે. બુધવારે એક જ દિવસમાં મહેસાણામાં ૧૮, બનાસકાંઠામા ૧૫ અને પાટણ જિલ્લામાં ૪ કેસો મળી કુલ ૩૬ પોઝિટીવ દર્દીઓ સામે આવતાં આ પંથકના લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી મહેસાણાના જિલ્લાના ૪૨૪, બનાસકાંઠાના ૩૩૮ અને પાટણ ૩૦૧ મળી કુલ ૧૦૬૩ કોરોના પોઝિટીવ કેસો નોંધાયા છે. મહેસાણામાં બજારોમાં હવે માત્ર 2 વાગ્યા સુધી જ છૂટછાટ અપાઈ રહી છે. ધીમેધીમે કોરોનાએ ગામડાઓમાં પકકડ જમાવી છે.

મહેસાણા જિલ્લામાં અત્યાર સુધી ૪૨૪ પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી ૨૫૬ વ્યક્તિઓને સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલ ૧૩૪ દર્દીઓ જુદી જુદી હોસ્પિટલમાં સરવાર લઇ રહ્યા છે. બુધવારે મહેસાણા શહેરમાં ૧૦, કડીમાં ૬, ઉંઝા અને વિસનગરમાં ૧-૧ મળી કુલ ૧૮ દર્દીઓનો કોરોના પોઝિટીવ રીપોર્ટ આવ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં બુધવારે ૧૫ કેસ સામે આવ્યા છે. જેમાં પાલનપુર તાલુકાના ૧૨ અને ડીસા,ધાનેરે અને વાવમાં ૧-૧ કેસ નોંધાયો છે. જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૩૩૮ થઇ છે. જિલ્લા વડા મથક પાલનપુર અને વેપારી મંથક ડીસામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. પાટણ જિલ્લામાં ૪ પોઝિટીવ કેસો નોંધાયા છે. જેમાં બાલીસણા, હારીજ, ચાણસ્માના ખારીઘારીયાલ અને પાટણ શહેરમાં ૧-૧ કેસનો સમાવેશ થાય છે. જિલ્લામાં અત્યા સુધી કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા ૩૦૧ થઇ છે. કોરોના વાયરસમાં સપડાયેલા દર્દીઓને હાલ અમદાવાદ, ગાંધીનગર, પાલનપુર, વડનગર અને પાટણની કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ રખવામાં આવ્યા છે.

મહેસાણા જિલ્લાના કોરોના દર્દીઓ
- રોહીતભાઇ પટેલ રહે. ખેરવા,તા.મહેસાણા
- અરવીદકુમાર પટેલ રહે. પાલાવાસણા, તા.મહેસાણા
- ભાવનાબેન પટેલ રહે. કુણાલ રેસીડન્સી ,મહેસાણા
- મનહરલાલ ઠક્કર કડી
- હસમુખભાઇ રાવલ રહે. ઐઠોર, તા.ઉંઝા
- નિમેશકુમાર શાહ રહે. મહાવીર સોસાયટી, મહેસાણા
- શાહદાબ પઠાણ રહે.કસ્બા, મહેસાણા
- અરવીંદભાઇ ચૌહાણ રહે. સિધ્ધેશ્વરી ચાલી, મહેસાણા
- અમૃતભાઇ લુહાર રહે. નર્મદે રેસીડન્સી, મહેસાણા
- યતીન્દ્રભાઇ સોમપુરા રહે, સ્વસ્તીક હોમ, મહેસાણા
- ભાવનાબેન સુથાર રહે. તિરૃપતિ, મહેસાણા
- રામભાઇ પટેલ રહે. આશાપુરી, મહેસાણા
- મજુલાબેન સંઘવી રહે. સપના સોસાયટી, કડી
- અજુનકુમાર ઠક્કર રહે. સરદાર વિલા, કડી
- અમૃતલાલ ડબગર રહે. સરસ્વતી, કડી
- ભરતસિંહ ચાવડા રહે. ડાંગરવા, કડી
- પરાગસિંહ ચાવડા રહે. ડાંગરવા, કડી
- વિરેન પટેલ રહે. દેણપ, વિસનગર

બનાસકાંઠા જિલ્લાના પોઝિટીવ દર્દીઓ
- કલાબેન ઠક્કર રહે.ડીસા
- શાન્તાબેન ઠક્કર રહે.ધાનેરા
- મહેશભાઇ માળી રહે.વાવ
- વાલજીભાઇ પટેલ રહે.પાલનપુર
- અલ્કેશકુમાર સોની રહે.પાલનપુર
- રૃબાબેન થરાદરા રહે.કાણોદર, પાલનપુર
- દિપ્તીબેન પજાપતિ રહે.પાલનપુર
- નિતાબેન પ્રજાપતિ રહે.પાલનપુર
- દર્શીલ સોની રહે.પાલનપુર
- ઉર્મીલાબેન સોની રહે.પાલનપુર
- જિગ્નેશભાઇ સોની રહે.પાલનપુર
- લક્ષ્મણભાઇ પરમાર રહે.પાલનપુર
- કેયા સોની રહે.પાલનપુર
- ભારતીબેન સોની રહે.પાલનપુર મનુભાઇ પ્રજાપતિ રહે.પાલનપુર
READ ALSO
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત