કાળઝાળ ગરમી વચ્ચે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકમાં વાવાઝોડાં સાથે વરસાદ પડ્યો હતો. તો મોડાસા, મેઘરજ અને માલપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતુ અને હવામાં ધૂળની ડમરી ઊડી હતી.
તો દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ બાદ પવન પણ ફૂંકાયો હતો. સાંબરકાઠામાં વાવાઝોડા સાથે ધુળની ડમરીઓ ઉડી હતી અને પોશીના તાલુકામાં વરસાદી છાંટા પણ પડ્યા હતા. અંબાજી પંથકમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ઉનાળાની ધમધોખતી ગરમી વચ્ચે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને પવન સાથે ધૂળની ડમરીઓ આકાશમાં છવાઇ હતી. ઠંડા પવન સાથે ઉડી રહેલી ધૂળથી લોકો પરેશાન થયા હતા. તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક દ્વારા આગામી 24 કલાક સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.