GSTV
Gujarat Government Advertisement

દક્ષિણ ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ: અહીં ગાજવીજ સાથે 6 કલાકમાં 6 ઇંચ વરસાદ, સુરતમાં મનમુકીને વરસ્યો મેહુલો

વરસાદ

ભારે થી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શનિવારે રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં 6 કલાકમાં 6 ઇંચ તો સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 4 કલાકમાં 4 ઇંચ અને નવાસીર જિલ્લાના જલાલપોરમાં 3 ઇંચ વરસાદી પાણી પડયું હતું. સુરત શહેરમાં પણ મેઘરાજા મનમુકીને વરસ્યા હતા.

Gujarat Government Advertisement

ધોધમાર વરસાદની આગાહી વચ્ચે મનમુકીને વરસ્યા મેઘરાજા

વરસાદ

ફલ્ડ કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ હવામાન વિભાગ દ્વારા ધોધમાર વરસાદની આગાહી વચ્ચે શનિવારે દિવસના સુરત શહેર અને ચોર્યાસી તાલુકા સિવાય કયાંય વરસાદ વરસ્યો ન હતો. જો કે રાત્રીના મેઘરાજા ફરી ડોકાયા હતા. સુરત શહેર સહિત જિલ્લામાં સર્વત્ર વરસાદ વરસ્યો હતો. ઉમરપાડા તાલુકામાં ચાર કલાકમાં ચાર ઇંચ, બારડોલી, માંડવી અને સુરત શહેરમાં ૨ ઇંચ વરસાદ વરસ્યો હતો. આજે દિવસના ચોર્યાસી તાલુકામાં ૧.૫ ઇંચ, મહુવામાં ૦.૫ ઇંચ સિવાય કયાંય વરસાદ વરસ્યો ના હતો.

સુરત જિલ્લાના મોસમનો કુલ વરસાદ ૮૧.૬૮ ઇંચ નોંધાયો

વરસાદ

આ વરસાદની સાથે સુરત જિલ્લાના મોસમનો કુલ વરસાદ ૮૧.૬૮ ઇંચ નોંધાયો છે. આ વરસાદમાં સૌથી વધુ ૧૪૬ ઇંચ ઉમરપાડામાં અને સૌથી ઓછો ૪૪.૨૮ ઇંચ ઓલપાડમાં નોંધાયો હતો. તાપી જિલ્લામાં શનિવારે રાત્રે ૮ વાગ્યા બાદ ગાજવીજ શરૃ થઇ હતી અને પવન ફુંકાયા બાદ રાત્રે ૧૦ વાગ્યાથી વરસાદ શરૃ થયો હતો. જેમાં ઉચ્છલ તાલુકામાં ૨ કલાકમાં દેમાર ૪ ઇંચ વરસાદ વરસ્યો હતો. જેને પગલે ફરી નદી-નાળામાં પાણીની આવક થઇ હતી. સવારે ૪ વાગે પુરા થતાં ૬ કલાકમાં કુલ ૬ ઇંચ સહિત અન્ય તાલુકામાં પણ વરસાદ નોંધાયો હતો.

નવસારીમાં એકાએક પલટાયુ વાતાવરણ

મેઘરાજા

નવસારી જિલ્લામાં શ્રાધ્ધ પક્ષમાં ભારે ગરમી અને ઉકળાટ બાદ શનિવારે રા૬ે વાતાવરણમાં પલ્ટો આવતા ૧૦ થી મળસ્કે ૪ વાગ્યા સુધીના ૬ કલાકમાં જલાલપોરમાં ૩ ઇંચ નવસારીમાં ૨.૫ ઇંચ સહિત સર્વત્ર વરસાદ વરસ્યો હતો. રાત્રે ૧૨ થી ૨ વાગ્યા સુધીના ૨ કલાકમાં જ જલાલપોર અને નવસારીમાં ૨-૨ ઇંચ પાણી પડયું હતું. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વલસાડ જિલ્લામાં રીમઝીમ વરસાદ વરસ્યો હતો. આ વરસાદ સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી પણ રવિવારે વરસાદે વિરામ રાખતા ફરી ઉકળાટ-બફારો અનુભવાયો હતો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

કાર બાઈક સ્કૂટીમાં HSRP લગાવવાની આજે છેલ્લી તારીખ, કાલથી ફાટશે 5500નો મેમો

Pritesh Mehta

નાના વેપારીઓ માટે નવી સ્કીમ: બિઝનેસ શરૂ કરવા માટે સરકાર આપી રહી છે રૂપિયા, ઘરેથી જ શરૂ કરી શકાય છે કામ

Dhruv Brahmbhatt

સુરતમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની લોકડાઉનની માંગ, આગામી દિવસોમાં સ્થિતિ વધુ કથળી શકે તેવાં એંધાણ

Dhruv Brahmbhatt
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!