GSTV

નોર્થ ઈસ્ટમાં BSFની પેટ્રોલિંગ પાર્ટી પર હિચકારી આતંકી હુમલો, બે જવાનો શહીદ: આતંકીઆે થયા ફરાર

Last Updated on August 3, 2021 by pratik shah

નોર્થ ઈસ્ટમાં આતંકી સંગઠનો ફરી માથુ ઉંચકી રહ્યા છે. ત્રિપુરા રાજ્યના સરહદી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી BSFની ટુકડી પર આતંકી સંગઠન નેશનલ લિબરેશન ફ્રંટ ઓફ ત્રિપુરાના આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલો સવારે સાડા છ વાગ્યાની આસપાસ થયો હતો. બીએસએફની ટુકડી પેટ્રોલિંગ કરી રહી ત્યારે ઉગ્રવાદીઓએ તેમની પર ગોળીબાર કર્યો હતો. જેના જવાબમાં બીએસએફના જવાનોએ પણ સામે ગોળીબાર કર્યો હતો.

ત્રિપુરાના સરહદી વિસ્તારમાં બીએસએફ પર હુમલો
નેશનલ લિબરેશન ફ્રન્ટ ત્રિપુરાના આતંકીઆેએ કય્ર્ાાે હુમલો
અથડામણ દરમિયાન બીએસફના ૨ જવાનો શહીદ
ફરાર આતંકીઆે પણ ઈજાગ્રસ્ત થવાની આશંકા છે: સૂત્રો

આ અથડામણમાં બે જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. હુમલો કર્યા બાદ આ આતંકીઓ નાસી છુટયા હતા. સૂત્રોએ જણાવ્યું કે, ઘણા આતંકવાદીઓમાંથી પણ ઈજાગ્રસ્ત થયા હોવાની આશંકા છે. કારણ કે, આતંકીઓ છુપાયા હતા ત્યાં લોહીના ડાઘા જોવા મળ્યા હતા. આ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. આ વિસ્તાર બાંગ્લાદેશ બોર્ડર સાથે જોડાયેલો છે.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!