GSTV

પેરિસના ઓલમ્પિયામાં પરફોર્મ કરીને નોરા ફતેહીએ બનાવ્યો આ રેકોર્ડ, આટલા મહિનાથી કરી હતી તૈયારી

નોરા ફતેહી પોતાના અફલાતૂન ડાન્સ દ્વારા બોલીવૂડમાં એક અલગ ઓળખ બનાવી છે.એટલું જ નહીં અભિનેત્રીએ તાજેતરમાં એક નવો રેકોર્ડ કર્યો છે. તેણે પેરિસના ઓલમ્પિયામાં પરફોર્મ કર્યું છે. બોલીવૂડના ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યુ છે કે કોઇ સિને કલાકારે આ ભવ્ય સ્ટેજ પર પરફોર્મ કર્યુ હોય. ” મને લાગે છે કે મારી ચાર મહિનાની મહેનત સફળ થઇ. આવી તક મળવી એ એક સિદ્ધી સમાન છે. હું બહુ આનંદવિભોર થઇ ગઇ હતી. હોલીવૂડના પ્રતિષ્ઠિત કલાકારો સાથે પરફોર્મ કરવું એ પણ ગર્વ લેવા જેવી વાત છે. મારું સ્વપ્ન પુરુ થયું,” તેમ  નોરાએ જણાવ્યુ હતું.

ઓલમ્પિયા પેરિસનું સૌથી પ્રતિષ્ઠિત કોન્સર્ટ

ઓલમ્પિયા, પેરિસનું સૌથી પ્રતિષ્ઠિત કોન્સર્ટ સ્થળ છે. જ્યાં મેડોના, ધ બીટલ્સ, જેનેટ જેકસન, પિંક ફ્લોયડ, બેયોન્સે, ટેલર સ્વિફટ અને ઘણા અન્યો પ્રતિષ્ઠિત હોલીવૂડ કલાકારોએ ત્યાં પરફોર્મ કર્યું છે. એવામાં નોરાનું અહીં પરફોર્મ કરવું એ એક રેકોર્ડ સમાન છે. કહેવાય છે કે, નોરાએ ચાર્ટબસ્ટર ગીતો દિલબર, સાકી સાકી, કમરિયા, એક તો જિંદગાની અને ગર્મી પર પરફોર્મ કર્યું.

શોમાં નોરાએ ‘ પેપોટા’ને લાઇવ ગાયું

બોલીવૂડના ગીતો ઉપરાંત નોરાએ નોરા એલમ્પિયાના દર્શકો માટે પોતાના પેપી હિટ આંતરરાષ્ટ્રીય નંબર ‘ પેપોટા’ને લાઇવ ગાયું. શોના સમાપન પર, નોરાએ પ્રસિદ્ધ કલાકાર ફનેર સાથે પણ પરફોર્મ કર્યું. તમને જણાવી દઈએ કે તે સ્ત્રીના કમરિયા, સત્યમેવ જયતેનું દિલબર અને બાટલા હાઉસનાં સાકી સાકી સૉન્ગમાં નજરે આવી ચુકી છે. સત્યમેવ જયતેનું દિલબર સૉન્ગ એટલુ ફેમસ થયો કે તે પછીથી નોરા દિલબર ગર્લના નામે ફેમસ થઇ ગઇ.

Read Also

Related posts

કોરોના: આગામી 3 દિવસો સુધી સજ્જડ બંધ રહેશે દેશનું આ શહેર, જરૂરિયાતનો સામાન પણ નહીં મળે

Karan

લોકડાઉન: જાણો સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડિઝલના વેચાણની શું છે સ્થિતિ : મોદી સરકારના 2 લાખ કરોડ રૂપિયા બચશે

pratik shah

101 વર્ષ પહેલાં મહામારીમાં જન્મી, વિશ્વયુદ્ધ જોયુ અને હવે કોરોનાને પણ આપી માત

Karan
Do NOT follow this link or you will be banned from the site!