નોરા ફતેહી : આ હિરોઈને આ સ્થાને પહોંચવા શું શું કર્યુ છે તે તમે વિચાર્યું પણ નહીં હોય

હાર્ડી સંધૂનાં મશહૂર ગીત ‘કુડી મેનુ કેંદી’ની એભિનેત્રી અને કેનેડિયન ડાન્સર નોરા ફતેહી હાલમાં સલમાન ખાનની અપકમિંગ મૂવી ‘ભારત’ માં પોતાનાં અભિનયને લઈને ચર્ચામાં છે. દિલબર ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી નોરા ફતેહિ સલમાનની ફિલ્મમાં સોફિયાનાં પાત્રમાં જોવા મળશે. આ પહેલા પણ અનેક હિન્દી ફિલ્મોમાં નોરાએ અભિનય કર્યો છે. આજે 6 ફેબ્રુઆરીએ નોરા ફતેહીનો જન્મદિવસ છે. જીવનનાં 27 વર્ષ પૂર્ણ કર્યા છે. નોરા ફતેહિ ડાન્સર અને મોડેલ તરીકે દુનિયામાં વિખ્યાત છે. પોતાનાં બેલી ડાન્સને કારણે લાઈમલાઈટમાં આવેલી નોરા ફતેહિએ સુપર ડાન્સર બનવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. અનેક પ્રકારની નોકરીઓ કરી છે. મોલથી લઈને કોફી શોપમાં પણ નોકરી કરી છે. એક સારા નૃત્યકાર બનવાનું નોરાનું સપનું ભારતમાં આવીને પુરૂ થયું .

પ્રાઈવેટ નોકરીથી લઈને એક્ટ્રેસ બનવા સુધીની રોમાંચક સફર

મીડિયા સાથેની વાતચીતમાં નોરા ફતેહિએ કહ્યું હતું કે, મેં પહેલી જોબ કેનેડાનાં એક શોપીંગ મોલમાં કરી હતી. આ દરમિયાન નોરા હાઈસ્કુલમાં ભણતી હતી. મોલમાં નોરાને સ્ટોરની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે નોરાને એક હજાર ડોલર પગાર મળતો હતો. હવે તે પોતાનાં પર્ફોર્મન્સનાં કારણે કોરોડો રૂપિયા કમાય છે.

મોલમાં નોકરી કર્યા પછી નોરાએ ટેલિકોલર તરીકે કામ કર્યું હતું. ટેલીકોલરની જોબમાં નોરા લોટરીની ટિકીટ વેંચતી હતી. જ્યાં પગાર સાથે ઇન્સેટીવ પણ મળતું હતું. નોરાએ માત્ર 6 મહિના સુધી આ નોકરી કરી હતી. ત્યારબાદ લોરાએ બીજી જગ્યાએ નોકરી કરી. ટોલીકોલર બાદ નોરાએ કોફી શોપમાં વેઈટર તરીકે કામ કર્યુ. કોફી શોપમાં નોરા વેઈટર તરીકે ડબલ શિફ્ટમાં કામ કરતી હતી. એક વર્ષ કામ કર્યુ ત્યારબાદ તે નોકરી છોડીને અન્યત્ર જતી રહિ.

પર્ફોમર બનવાનું નોરાનું સપનું ભારતમાં પુરૂ થયું. નોકરી દરમિયાન જ ભારતની એક એડ કંપનીએ નોરાને કામ કરવાની ઓફર આપી. શરૂઆતમાં નોરાને હિન્દી ભાષા આવડતી ન હતી. જો કે ખાસ્સી મહેનતને અંતે ધીમે-ધીમે તે સફળ રહિ. નોરાએ બિગ બોસમાં વાઈલ્ડ કાર્ડથી એન્ટ્રી મેળવી હતી. શો માં તે ટકી ન શકી, પરંતુ શોમાંથી આઉટ થયા બાદ તરત જ તે લોકપ્રિય થઈ ગઈ.

એક મ્યુઝિક આલ્બમમાં નોરાએ કામ કર્યુ. નોરાએ બાહુબલી અને સત્યમેવ જયતે માં પણ ડાન્સ કર્યો છે. મહત્વનું છે કે વરૂણ ધવનની અપકમિગ ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર સેકન્ડમાં પણ નોરા ફતેહિ જોવા મળશે. નોરા ફતેહીને ટી-સિરિઝે પોતાના આવનારા પ્રોજેક્ટ્સ માટે સાઈન કરી લીધી છે. નોરા ફતેહી પોતાના ધમાકેદાર ડાન્સને કારણે જાણીતી છે અને દિલબર ગર્લના નામથી ફેમસ છે. આ ઉપરાંત, નોરા ફતેહીએ ડાન્સ પ્લસ 4ના ફિનાલેમાં પણ ‘દિલબર’ સોંગ પર બેલી ડાન્સ કર્યો છે. ડાન્સ સિવાય નોરા ફતેહિ દેખાવમાં પણ ખુબ ખુબ સુંદર છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter