GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

‘દિલબર દિલબર’ ગર્લ એવોર્ડ માટે જમીન પર બેસીને રડવા લાગી, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

‘દિલબર દિલબર’ ગીતથી દર્શકોના દિલને ધડકાવી નાખરાન નોરા ફતેહીના ડાન્સના સૌ લોકો દિવાના છે. હવે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને નોરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં તેણી કોરિયોગ્રાફરમાંથી ડાયરેક્ટર બનેલા રેમો ડિસૂઝા સાથે ફિલ્મ ફેયર એવર્ડ માટે હાથઝપટ કરતી નજર આવી રહી છે. આ વીડિયોમાં નોરા કહી રહી છે કે, તેણીને ‘બાટલા હાઉસ’ અને ‘સ્ટ્રીટ ડાન્સર 3D’માં શાનદાર પરર્ફોમન્સ માટે મળનાર એવોર્ડની સેરેમની માટે સ્પીચ તૈયાર કરી રહી છે.

નોરા આ વીડિયોમાં કહેતી જોવા મળે છે કે, તેણીએ આ સમયની પૂરી જીંદગી રાહ જોઈ છે. હું શાનદાર પરર્ફોમેન્સ માટે આ એવોર્ડેને ડીઝર્વ કરું છું. હું મારા પરિવાર, ઈન્ડિયા, ફેન્સ અને મોરોક્કોને થેન્કસ કહેવા માંગુ છું. ત્યારબાદ રેમો આવે છે અને કહે છે કે, આ એવોર્ડ મારો છે. નોરા તેમને એવોર્ડ આપવા માંગતી નથી, જેથી રેમો તેણીના હાથમાંથી એવોર્ડ છીનવી લે છે અને નોરા જમીન પર પડી જાય છે અને રડતી-ધમપછાડા કરતી જોવા મળે છે, પરંતુ રેમો પર તેની કોઈ જ અસર થતી નથી. જો કે, આ એક ફની વીડિયો છે, પણ તે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, નોરાના ડાન્સના સૌ દિવાના છે. હાલમાં જ તેણી ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ ના ગીત ‘ગરમ’ માં જોવા મળી હતી. નોરાના ગરમી ગીતે સોશિયલ મીડિયા પર આગ લગાવી દીદી હતી. આ ગીતને બાદશાહ અને નેહા કક્કડે પોતાનો આવજા આપ્યો હતો. નોર ફતેહીએ આ ફિલ્મમાં મિયાનું પાત્ર ભજવ્યું હતું, ફિલ્મમાં મિયા બ્રિટનની સૌથી દમદાર ડાન્સ ટીમ દ રોયલ્સનો ભાગ હોય છે. તેણીને સહજ એટલે કે વરુણ ધવન સાથે પ્રેમ થઈ જાય છે. જો કે, દર્શકોએ નોરાના પાત્રને ખૂબ જ પસંદ કર્યું છે. હાલમાં જ નોરા બોલીવુડ અભિનેતા વિક્કી કૌશલ સાથે ‘પછતાઓગે’ આલ્બમમાં જોવા મળી હતી. જેમાં તેણીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

UN દ્વારા આપવામાં આવી ચેતાવણી! ફરી આતંક મચાવશે તીડ, આટલા રાજ્યને કરવામાં આવ્યા એલર્ટ

Arohi

અમદાવાદ: જીસીએસ હોસ્પિટલનો સ્ટાફ હડતાળ પર ઉતર્યો, મહિલા કર્મચારીનું મોત થતાં કામદારોમાં ભારે રોષ

pratik shah

કોરોના વાયરસની મહામારી વચ્ચે લાગશે ઝટકો, પહેલી જૂનથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં થશે વધારો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!