GSTV
Home » News » ઇથિઓપિયા એરલાઇનની ફ્લાઇટ ક્રેશ, ચાર ભારતીયો સહીત 157 લોકોનાં મોત

ઇથિઓપિયા એરલાઇનની ફ્લાઇટ ક્રેશ, ચાર ભારતીયો સહીત 157 લોકોનાં મોત

india banned boeing

ઇથિઓપિયન એરલાઇનની એક ફ્લાઇટ આજે ટેકઓફ કર્યાના માત્ર છ મિનિટમાં જ ક્રેશ થતાં તેમાં બેસેલા તમામ ૧૫૭ લોકો માર્યા ગયા હતા, એમ એરલાઇન દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું. બોઇંગ ૭૩૭-૮ મેક્ષ ક્યા કારણસર તુડી પડયું તે જાણી શકાયું નહતું. જોકે આ વિમાન  પ્રમાણમાં નવું હતું અને હજુ તો નવેમ્બર મહિનામાં જ એરલાઇનને તેની ડીલીવરી અપાઇ હતી.

સમગ્ર આફ્રીકામાં શ્રેષ્ઠ મનાતા સરકારી માલીકીની એરલાઇન આફ્રિકા ખંડમાં સોથી મોટી છે અને તેની ઇચ્છા ગેટ વે ઓફ કોન્ટીનોન્ટનો ગેટવે બનવાની છે. એરલાઇને કહ્યું હતું કે ૧૪૯ મુસાફરો અને આઠ ચાલક દળના સભ્યોમાંથી કોઇ પણ બચ્યું હોય તેવું લાગતું નથી.વિમાને કેનિયાના પાટનગર જવા એડિસ અબાબામાંથી ટેકઓફ ર્ક્યાના માત્ર છ મિનિટમાંજ વિમાન તુટી પડયું હતું. વિમાન આજે સવારે ૮:૪૪ મિનિટે એડિસ અબાબાથી દક્ષિણે ડેબ્રી ઝેટ અથવા બિશુફ્તુ વચ્ચે તુડી પડયું હોવાનું એરલાઇને કહ્યું હતું.

એરલાઇને કહ્યું હતું કે બચાવ અને રાહતની કામગીરી ચાલુ કરાઇ હતી, પરંતુ અમારી પાસે બચી ગયેલા અથવા તો માર્યા ગયેલા મનાતા લોકોની યાદી નથી.વડા પ્રધાનના કાર્યાલયે આ દુર્ઘટના અંગે ખેદ વ્યક્ત કર્યો હતો અને ગુમ થઇ ગયેલાઓના પરિવાર પ્રત્યે સંવેદની પ્રગટ કરી હતી. સરકારી ટીવીએ કહ્યું હતું કે તમામ મુસાફરો માર્યા ગયા હતા અને મુસાફરો ૩૩ દેશોના હતા. ઇથિઓપિયન એરલાઇનના પ્રવકતાના જણાવ્યા અનુસાર, વિમાનમાં ૩૨ કેનિયન અને ૧૭ ઇથિઓપિયનો હતા.

કેનિયાના વાહન વ્યવહાર મંત્રી જેમ્સ મચારિયાએ કહ્યું હતું કે હજુ સુધી અમન મુસાફરોની યાદી મળી નથી. મુસાફરોના પરિવાર અને મિત્રો માટે ઇમર્જન્સી હેલ્પની સુવિધા ઊભી કરાઇ હતી.

 આ દુર્ઘટના એવા સમયે થઇ હતી કે જ્યારે ઇથિઓપિયાના વડા પ્રધાન આબીદ અહેમદે તેમના દેશની એરલાઇન અને અન્ય ઉદ્યોગોમાં ઉદારીકરણની અને વિદેશી મૂડી રોકાણની જાહેરાત કરી હતી.

દુર્ઘટનામાં માર્યા ગયેલાઓમાં ચાર ભારતીયો

ઇથિઓપિયન એરલાઇને આજે કહ્યું હતું કે  વિમાની દુર્ઘટનામાં માર્યા ગયેલાઓમાં ભારતીયો સહિત અન્ય દેશોના નાગરિકોનો સમાવેશ થતો હતો. સત્તાવાળાઓએ કહ્યું હતું કે માર્યા ગયેલાઓમાં ૩૨ કેનિયન, નવ ઇથિઓપીયન, ૧૮ કેનેડિયન, ચીન, અમેરિકા અને ઇટાલીના આઠ આઠ, ફ્રાન્સ અને બ્રિટનનાં સાત સાત, ઇજીપ્તના છ, નેધરલેન્ડના પાંચ, અને ભારત તેમજ સ્લોવેકિયાના ચાર ચાર મુસાફરોનો સમાવેશ થતો હતો. 

દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત વિમાનના પાયલોટે કન્ટ્રોલ ટાવરને ચેતવણી આપી હતી કે તેને વિમાન ઉડાડાવમાં થોડી મુશ્કેલી પડી રહી છે અને તે વિમાનને પરત લાવવા ઇચ્છે છે. ત્યાર પછી પાયલોટને પાછા ફરવાની પરવાનગી આપવામાં આવી હતી.

Related posts

સીબીઆઈના આ સવાલો પી. ચિદમ્બરમને કોર્ટમાં પડ્યા ભારે, 3 વકીલોની ફૌજ પણ જેલ જતા ના રોકી શકી

Riyaz Parmar

જ્યાં દાદા ચોકિદાર અને પિતા ડ્રાઈવર છે તે જ હાઈકોર્ટમાં જજ બનશે આ વ્યક્તિ

Kaushik Bavishi

INX કેસમાં પી. ચિદમ્બરને મોટો ઝટકો, 26મી ઓગષ્ટ સુધી રહેવું પડશે જેલમાં

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!