નવા વર્ષ પહેલા કેન્દ્ર સરકારે આપી આ ભેટ, LPG સિલેન્ડરની કિંમતમાં ભારે ઘટાડો

કેન્દ્ર સરકારે નવા વર્ષના અવસરે એવા દેશવાસીઓને ભેટ આપી છે, જે એલપીજી ગેસ સિલેન્ડરનો પ્રયોગ કરે છે. ઘરેલુ ગેસ સિલેન્ડરની કિંમતમાં પણ મોટો ઘટાડો કરવામાં આવ્યો છે, જે એક જાન્યુઆરી, 2019થી લાગુ થશે. દિલ્હીમાં સબસિડી વગરના સિલેન્ડર 120.50 રૂપિયા સસ્તા મળશે. સબસિડીવાળા સિલેન્ડર પણ 5.91 રૂપિયા સસ્તા થયા છે.

આ અગાઉ નવેમ્બરમાં પણ સબસિડીવાળા રસોઈ ગેસ સિલેન્ડરની કિંમતમાં 6.52 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, જ્યારે સબસિડી વગરના સિલેન્ડરોની કિંમતમાં 133 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ગેસ સિલેન્ડરની કિંમતમાં ઘટાડો મધ્ય રાત્રિથી લાગુ થશે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઑઇલની કિંમતમાં સતત ઘટી રહેલા ઘટાડા અને ડૉલરની સરખામણીએ રૂપિયાના વિનિમય દરમાં સુધારાના કારણે આ કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter