GSTV
Home » News » બિન સચિવાલયની આ ઉમેદવારો નહીં આપી શકે પરીક્ષા, સરકારે નિયમોમાં કર્યો ફેરફાર

બિન સચિવાલયની આ ઉમેદવારો નહીં આપી શકે પરીક્ષા, સરકારે નિયમોમાં કર્યો ફેરફાર

પરીક્ષા રદ થવાના મામલે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે સરકારી પરીક્ષાના નિયમમાં સુધારો કર્યો છે. ધોરણ 12 પાસ કરેલા ઉમેદવાર પરીક્ષા નહીં આપી શકે અને માત્ર ગ્રેજ્યુઅટ થયેલા વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપી શકશે તેવો ઠરાવ પાસ કર્યો છે. બિન સચિવાલયની પરીક્ષાને લઈને સરકારે સુધારો કર્યો છે. 30 સપ્ટેમ્બરે સરકારે આ નિયમ કર્યો હતો.

આગામી 20 ઓક્ટોબરે યોજાનારી બિનસચિવાલયની પરીક્ષા એકાએક જ રદ્દ કરી દેવામાં આવતા લાખો વિદ્યાર્થીઓમાં ભયંકર રોષ ફાટી નીકળો છે. સરકારે શૈક્ષણિક લાયકાતના બહાને પરીક્ષા રદ્દ કરી બેરોજગારો સાથે ક્રૂર મજાક કરી છે. લાખો વિદ્યાર્થીઓના સપનાને ફરી એક વખત પાણીચું મળ્યું છે. ત્યારે સવાલ એ છે કે અચાનક પરીક્ષા રદ્દ કરવા પાછળ ક્યા પરિબળો જવાબદાર છે. આવો જોઇએ.

એક તરફ ગુજરાતમાં શિક્ષણનું સ્તર સતત કથળી રહ્યું છે તો બીજી તરફ સરકારના અણઘડ વહીવટને કારણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની ભરતીમાં પણ મોટા પાયે લાલિયાવાડી ચાલી રહી છે. આગામી 20 ઓક્ટોબરે લેવાનારી બિનસચિવાલયની કલાર્કની પરીક્ષા એકાએક રદ્દ કરવામાં આવતા પરીક્ષાર્થીઓમાં ભારે રોષ ભભૂકી રહ્યો છે. સરકારે શૈક્ષણિક લાયકાતમાં સુધારાનું કારણ જણાવી પરીક્ષા તો રદ કરી છે પરંતુ સરકારે ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની પરીક્ષા વખતે બીજી ઓગસ્ટે પરીક્ષાની લાયકાતના ધોરણો નક્કી કરતો જે નિર્ણય લીધો છે.

તેનો જીઆર પણ બહાર પાડ્યો નથી. આ મુદ્દે સરકાર અને તેના વિભાગો વચ્ચે સખત ગૂંચવાડા છે. જેના પરથી તેવું સ્પષ્ટપણે લાગે છે કે સરકારને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી છેલ્લા કેટલાય સમયથી પોતાના આર્થિક, માનસિક અને શારીરિક ભોગ આપી તૈયારીઓ કરતા લાખો વિદ્યાર્થીઓની કંઈ જ પડી નથી. જો ચૂંટણીની તારીખો જાહેર થઈ ત્યારે જ પરીક્ષા રદ થશે તેવી જાહેરાત કરી હોય તો સમજાય તેવી વાત હતી. પરંતુ હવે સરકાર કે પરીક્ષા બોર્ડ પેટા ચૂંટણીઓનું બહાનુ ન બતાવે. કારણકે ચૂંટણીનું સમયપત્રક જાહેર થયા બાદ પરીક્ષા વિભાગ દ્વારા ૨૫-૦૯-૧૯ ના રોજ પરિપત્ર જાહેર કરી જણાવેલ હતું કે પરીક્ષાના સમયમાં કોઈ ફેરફાર નથી.

સરકારને લાખો બેરોજગારો વિદ્યાર્થીઓનો એટલો જ પ્રશ્ન છે કે છેલ્લા કેટલાય સમયથી પોલીસ કોન્સ્ટેબલથી લઈ આઈ.ટી.આઈ. ઇન્સ્ટ્રકટર તથા એએમસીની પરીક્ષાઓ પણ વિવાદાસ્પદ જ રહી છે તો સરકારે શુ પગલાં ભર્યા? અને જો પરીક્ષાઓ લેવા માટે આયોજનબદ્ધ મેપ જ તૈયાર ન હોય તો પછી ભરતીઓના ટાઈમ ટેબલો બહાર પાડી વિદ્યાર્થીઓને ગેરમાર્ગે કેમ દોરો છો ? અને જો તમારું બોર્ડ સક્ષમ ન હોય તેના અધિકારીઓ સક્ષમ ન હોય તો પછી તેના સામે પગલાં કેમ લેવાતા નથી.

સ્પર્ધાત્મક પરીક્ષાઓનો ગુજરાતમાં કરોડોનો ધીકતો કારોબાર છે અને તેની આવકના ભાગો છેક કેટલે સુધી પહોંચે છે તેવું લોકમુખે ચર્ચાય છે. કારણકે એક પણ પરીક્ષા જો મોડી થાય તો હાટડીઓ દ્વારા નવી બેંચ શરૂ કરવામાં આવતી હોય છે. આવી ગુજરાતભરમાં રાજકોટ, જૂનાગઢ, ગાંધીનગર, સુરત, અમદાવાદ અને વડોદરામાં જ ઓછામાં ઓછી 200 હાટડીઓ છે. જેમાં ફક્ત એક જ બેંચમાં ઓછામાં ઓછા ૫૦ જ વિદ્યાર્થીઓ હોય તો પણ 10 હજારની ફી લેખે ફક્ત 3 મહિનાની અંદર જ આ કારોબાર વીસ કરોડનો થવા જાય છે. છેલ્લા બે-ત્રણ વર્ષોથી તૈયારીઓ કરતા ઉમેદવારોના આર્થિક.,માનસિક અને શારીરિક શોષણની કિંમત કોણ ભોગવશે?

મહત્વનું છે કે પોલીસ કોન્સ્ટેબલની વિવાદાસ્પદ પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હજી ફાઈનલ પરિણામો આવ્યા નથી. માતા-પિતા દ્વારા અનેક યાતનાઓ વેઠી લાખો રૂપિયાનો ખર્ચ બાળકને સારી નોકરીઓ મળે તે માટે કરવામાં આવે છે. એક બાજુ મંદીના કારણે ખાનગી નોકરીઓની તકો હવે રહી નથી અને જે છે તેમાં ખૂબ શોષણ થાય છે. જેથી હવે યુવાઓ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ તરફ વળ્યા છે તો તેમાં પણ હજી વિદ્યાર્થીઓના ભાવિ સાથે ક્યાં સુધી રમત રમવી છે તે તો સરકારે કહેવું જ પડશે.

READ ALSO

Related posts

સુરત : પોલીસ સ્ટેશનથી થોડે દૂર આવેલી ચાની કિટલી પર અસામાજીક તત્વો ખુલ્લી તલવાર લઈ ત્રાટક્યા

Mayur

રાહુલ ગાંધીને માફી માગવાનું કહેવા જતા ખૂદ ભાજપ ફસાઈ ગઈ, મોદીનો જૂનો વીડિયો વાઈરલ

Mayur

ગુજરાત ભાજપનો આ ‘મોદી’ ખૂદને પ્રધાનમંત્રી ‘નરેન્દ્ર મોદી’ સાથે સરખાવી રહ્યો છે, જાહેરમાં ઉડાવ્યા દારૂબંધીના લીરેલીરા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!