GSTV
Home » News » ડાયટ ફ્રેન્ડલી છો? આ રીતે ઘરે બનાવો હેલ્ધી નોન ફ્રાઇડ બ્રેડ પકોડા

ડાયટ ફ્રેન્ડલી છો? આ રીતે ઘરે બનાવો હેલ્ધી નોન ફ્રાઇડ બ્રેડ પકોડા

બ્રેડ પકોડા નાસ્તામાં ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય છે. સામાન્ય રીતે લોકોને નાસ્તામાં આ પસંદ આવતું હોય છે. બહાર ક્રિસ્પી ચણાના લોટનું પડ હોય, વચ્ચે એકદમ નરમ બ્રેડ અને અંદર સ્વાદિષ્ટ બટેટા નો મસાલો… તેને સ્વાદિષ્ટ ગ્રિન ચટની સાથે ખાવ તો મજા પડી જાય. સામાન્ય રીતે બ્રેડમાં વચ્ચે મસાલો ભરી, ચણાના લોટના ખીરામાં ડીપ કરી ગરમ તેલમાં તળવામાં આવે છે. જે કેલરીથી ભરપુર છે. તો ડાયટ લવર્સ માટે આજે આપણે જોઈશું આ સ્વાદિષ્ટ બ્રેડ પકોડાનું એક હેલ્થિ વર્ઝન.

સામગ્રી :

  • બ્રેડ સ્લાઈસ
  • 4 થી 5 ચમચી તેલ (શેકવા માટે)

મસાલા માટે

  • 1 વાડકો બાફેલા બટેટા
  • 3 ચમચી સમારેલી કોથમીર
  • 1 ચમચી ખમણેલું આદુ
  • મીઠું
  • 1/2 ચમચી સંચળ
  • 1 ચમચી જીરા નો ભૂકો
  • 1.5 ચમચી લાલ મરચું,

ચણાના લોટનું ખીરુ બનાવવા માટે

  • 1.5 વાડકો ચણાનો લોટ
  • 1/2 ચમચી અજમો
  • થોડી કોથમીર બારીક સમારેલી
  • મીઠું
  • 1 ચમચી લાલ મરચું
  • 1/2 ચમચી હળદર

રીત :

સૌ પેહલા આપણે એક મોટા બાઉલમાં ચણાના લોટનું ખીરુ બનાવી લો. બાઉલમાં ચણાનો લોટ, મીઠું, અજમો, લાલ મરચું, હળદર અને કોથમીર લઈ મિક્સ કરી લો. લોટના મિક્સરમાં પાણી ઉમેરી મિક્સ કરી લો. મિક્સ કરી 10 મીનીટ માટે ખીરીને સાઈડ પર મૂકી દો.

મસાલો બનાવવાની રીતઃ

એક બાઉલમાં બાફેલા બટેટા, કોથમીર, આદુ, લાલ મરચું, મીઠું, સંચળ અને જીરાનો ભૂકો લઈ મિક્સ કરી લો.

પકોડા બનાવવાની રીત

સૌ પ્રથમ બ્રેડની સ્લાઈસ લો. અડધી સ્લાઈસ પર બટેટાનો તૈયાર કરેલો મસાલો લગાવો. હવે તેના પર બીજી બ્રેડની સ્લાઈસ મુકો. આપ ચાહો તો થોડી કોથમીરની ચટણી એક બાજુ લગાવી શકો છે.

નોન સ્ટિક તવો ગરમ કરવા મુકો. એના પર 1 ચમચી તેલ રેડી ફેલાવી દેવું. હવે આ બનાવેલા મસાલા પકોડાને ચણાના લોટના ખીરામાં ડીપ કરો. ધ્યાન રહે બધી જ સાઈડ લોટથી કવર થાય.

હળવા હાથે તરત ગરમ નોન સ્ટિક તવા પર મુકો. જરૂર લાગે તો અડધી ચમચી તેલ રેડો. મધ્યમ આંચ પર કડક થવા દો. કિનારી કડક થતી દેખાય એટલે હળવેથી ઉથલાવો. બીજી બાજુ પણ કડક થવા દો. બ્રેડને ચારેય બાજુથી શેકવી જેથી કાચા લોટનો ટેસ્ટ ન આવે. તૈયાર થાય એટલે ગરમ ગરમ પીરસો. સાથે ભાવતી ચટણીઓ કે ટામેટાનો સોસ પીરસી શકાય.

Read Also

Related posts

હાઇકોર્ટે સરકાર અને કોર્પોરેશનો લીધો ઉધડો,કહ્યું કેરી…

Path Shah

વડોદરામાં લાખો લોકોએ ગંદુ પાણી પીધું, અઢી મહિના પછી ખબર પડી કે…

Riyaz Parmar

ક્રિકેટના મેદાનમાં મોટી દુર્ઘટના, ખેલાડીની તુટીને અલગ થઈ ગઈ…

Nilesh Jethva