ત્રીજો મોરચો કોંગ્રેસ અને વિપક્ષી દળોને એકજૂથ કરવાના પ્રયાસમાં રોડા સમાન

દેશમાં આઝાદી બાદ સાઠ સાઠ વર્ષ સુધી સત્તા પર રહેનારી કોંગ્રેસ 2019માં ફરી સત્તા પર આવવાના સ્વપ્ન જુએ છે. અને તે માટે તે પોતાના સાથી પક્ષોને એક સાથે રાખવા માંગે છે. તો બીજી તરફ, કેસીઆર અને મમતા બેનર્જી બિનભાજપ-બિન કોંગ્રેસી સંગઠન ફેડરલ ફ્રંડની કવાયતમાં છે. જે હાલ તો કોંગ્રેસ માટે માથાનો દુખાવો બની રહ્યા છે.

તેલંગણા કોંગ્રેસે રાજકીય પક્ષોને લખીને કરેલી રજૂઆત તો ખરેખર પાર્ટીની રાજકીય મજબૂરી તરફ પણ ઈશારો કરે છે. કેસીઆર દ્વારા બની રહેલા થર્ડ ફ્રંડ 2019માં ભાજપને કેટલુ નુકશાન પહોંચાડશે તે તો નક્કી નથી.પરંતુ એ વાત સ્પષ્ટ છે કે, થર્ડ ફ્રંડ કોંગ્રેસની વિપક્ષી દળોની એકજૂથ કરવાના પ્રયાસમાં રોડા સમાન છે.

CRICKET.GSTV.IN

કેસીઆરના ફેડરલ ફ્રંડની કવાયતના સ્થાનિક પક્ષો તરફથી મળતા સમર્થનના સંકેતને કોંગ્રેસે એલર્ટ કરી છે. થોડા સમય અગાઉ એઈમ્સમાં રાહુલ ગાંધી અને લાલુ યાદવની મુલાકાતનો રાજનીતિક અર્થ તો ફેડરલ ફ્રંડને ધ્યાને રાખીને કાઢવામાં આવ્યો હતો. સ્થાનિક પક્ષોનો બિનભાજપ-બિન કોંગ્રેસ મોરચો બનાવવાની કવાયતમાં મમતા બેનર્જીની મુખ્ય ભૂમિકા છે. અને ગત 27 માર્ચે દિલ્હીમાં મમતા બેનર્જી રાજકીય પક્ષોના નેતાઓ સાથે મુલાકાત કરી ચુકી છે. જે પણ કોંગ્રેસને ચિંતા વધારી રહી છે.

દેશના નાના રાજકીય પક્ષો પણ ભાજપ-કોંગ્રેસ જેવા મોટા રાજકીય પક્ષો લોકસભાની ચૂંટણીમાં તેની પાર્ટીનો વોટબેન્ક તરીકે કેવો ઉપયોગ કરી લે છે. તે સમજી ગયા છે. અને કદાચ આથી જ થર્ડ ફ્રંડનું નિર્માણ થઈ રહ્યુ છે. જેમાં સૌ સાથે રહેવાની ભાવના છે. ત્યારે રાજકીય પક્ષો કેસીઆરના થર્ડ ફ્રંડમાં જોડાય તો કોંગ્રેસની રાજકીય પક્ષોને સાથે રાખવાની કવાયત નિષ્ફળ જાય તેમ છે. અને આથી જ આ પત્ર પણ કોંગ્રેસ મંજબૂરી જ રજૂ કરતો હોય તેમ મનાય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter