દેશની આર્થિક રિકવરી ગતિ પકડી રહ્યાનું સરકાર તરફથી દાવો કરાઈ રહ્યો છે ત્યારે, રિસર્ચ પેઢી નોમુરાએ ભારતના અર્થતંત્રની રિકવરીએ ટોચ હાંસલ કરી લીધી છે અને દરેક ક્ષેત્રોમાં મંદીનો પ્રારંભ થયો છે એમ જણાવ્યું હતું. ભારતની આર્થિક રિકવરીની સાઈકલ તેની ટોચ પર આવી ગઈ છે અને મંદીની શરૂઆત થઈ ગયા હોવાનું અમે માનીએ છીએ એમ નોમુરા દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું હતું. ફુગાવાના નીચા દરથી આવનારા મહિનાઓમાં ખાનગી ઉપભોગમાં વધારો જોવા મળી રહેશે પરંતુ સખત નાણાં નીતિની અસરો અને નબળી વૈશ્વિક માગ ઈન્વેસ્ટમેન્ટસ તથા નિકાસ પર અસર કરશે એટલું જ નહીં કોરોના બાદ સેવા ક્ષેત્રમાં આવેલી રિકવરી પણ પૂરી થઈ છે.

સપ્ટેમ્બર ત્રિમાસિકના આર્થિક વિકાસ દરના આંકડા જાહેર થયાના એક દિવસ બાદ નોમુરાનો આ મત આવી પડયો છે. દેશનો આર્થિક વિકાસ દર જે જુન ત્રિમાસિકમાં ૧૩.૫૦ ટકા જોવા મળ્યો હતો તે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ઘટી ૬.૩૦ ટકા પર આવા ગયો હતો.
સાનુકૂળ સ્તરની સ્થિતિ પૂરી થવાને કારણે આર્થિક વિકાસ દરમાં વાર્ષિક ધોરણે ઘટાડો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર ત્રિમાસિકના જીડીપીના આંકડા જાહેર કરતી વેળા મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંથ નાગેશ્વરને જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર ત્રિમાસિકમાં અર્થતંત્રમાં રિકવરીએ તેની ગતિ જાળવી રાખી છે અને વર્તમાન નાણાં વર્ષમાં દેશ ૬.૮૦થી ૭ ટકાનો જીડીપી હાંસલ કરવાના માર્ગે છે.

જો કે નોમુરાએ દાવો કર્યો હતો કે, જીડીપીના છેલ્લામાં છેલ્લા આંકડા મિશ્ર સ્થિતિ દર્શાવે છે અને વર્તમાન નાણાં વર્ષમાં સાત ટકા સામે આગામી નાણાં વર્ષ એટલે કે નાણાં વર્ષ ૨૦૨૪માં દેશનો આર્થિક વિકાસ દર ઘટી ૫.૨૦ ટકા રહેશે. સપ્ટેમ્બરના જીડીપીના આંકડા કોરોના બાદની સેવા ક્ષેત્રની રિકવરી પૂરી થઈ હોવાનું તથા સરળ નાણાં નીતિની અસરો ઓસરી ગયાનું સૂચવે છે, એમ નોમુરાના રિપોર્ટમાં જણાવાયું હતું.
નોમુરા ઈન્ડિયા નોર્મલાઈઝેશન ઈન્ડેકસ દર્શાવે છે કે, વ્યાપક સ્તરે મંદી જુન ત્રિમાસિકથી શરૂ થઈ ગઈ છે. ઉપભોગ પર નજર રાખતો નોમુરાનો ઈન્ડેકસ જે જુન ત્રિમાસિકમાં કોરોના પહેલાના સ્તર કરતા ૧૧ ટકા ઊંચો હતો તે ઓકટોબરમાં કોરોના પહેલાના સ્તર કરતા પણ નીચે સરકી ગયો છે.
READ ASLO
- જંત્રીનો રેટ બમણો થતા બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે મુલાકાત
- વનપ્લસ પેડમાં હશે મેગ્નેટિક કીબોર્ડની સુવિધા, જાણો તેની કિંમત કેટલી છે
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર
- Food For constipation/ કબજીયાતની સમસ્યામાં દવાનુ કામ કરે છે અજમો, આ રીતે પરોઠા બનાવીને ખાઓ
- વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ