GSTV
Gujarat Government Advertisement

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પણ આધાર કાર્ડની નોંધણી અને અપડેશન યથાવત રહેશે

Last Updated on October 7, 2018 by

આધાર અંગે સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયનો બેંકો અને પોસ્ટ ઑફિસમાં ચાલી રહેલી પ્રક્રિયા પર કોઈ અસર પડશે નહીં. યુઆઈડીએઆઈનું કહેવુ છે કે આધારના ઉપયોગ પર પ્રતિબંધ લગાવનાર સર્વોચ્ચ ન્યાયાલયના આદેશની બેંકો, પોસ્ટ ઑફિસો અને સરકારી પરીસરોમાં ચાલી રહેલા આધાર નોંધણી અને અપડેશનની સેવાઓ પર કોઈ અસરકારક અસર પડશે નહીં.

યુઆઈડીએઆઈના સીઈઓ અજય ભૂષણ પાંડેએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે બેંક ખાતુ ખોલવા માટે આધાર અનિવાર્ય નથી. પરંતુ બેંકો અને પોસ્ટ ઑફિસમાં ચાલી રહેલા આધાર નોંધણી અન તેમાં તાજી માહિતી જોડવા માટેની ગતિવિધિઓ ચાલતી રહેશે, કારણકે આ ચકાસણી સેવાથી અલગ છે.

પાંડેએ કહ્યું, બેંક ખાતુ ખોલવા અને અન્ય સેવાઓ માટે આધારનો ઑફલાઇન મોડમાં ઉપયોગ કરાઈ રહ્યો છે. પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ, પાન-આઈટીઆરમાં આધારના ઉપયોગને કાયદેસર ઠેરવવામાં આવ્યો છે. સંપૂર્ણ આધાર વ્યવસ્થામાં બેંકોની ભૂમિકા ખૂબ મહત્વની છે. તેથી આધાર નોંધણી અને અપડેટની ગતિવિધિઓ પહેલાની જેમ ચાલુ રહેશે.

તેમણે કહ્યું કે આધાર માટે નોંધણી અને અદ્યતન સેવાઓ, ચકાસણી સેવાઓથી આખી અલગ છે. પાંડેએ કહ્યું, “60 થી 70 કરોડ લોકોની પાસે ઓળખ માટે ફક્ત આધાર કાર્ડ એકમાત્ર ઓળખ પત્ર છે, તેથી તેનો સ્વૈચ્છિક ઑફલાઈન ઉપયોગ યથાવત રહેશે. બેંકો અને પોસ્ટ ઑફિસમાં 13,000 કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે. વધુ જરૂર પડશે તો બીજા કેન્દ્ર પણ ખોલવામાં આવશે.”

ઑથોરિટીએ કહ્યું કે સર્વિસ પ્રોવાઈડર્સ કંપનીઓ ઈ-આધાર અથવા ક્યુઆર કોડ જેવી ઑફલાઈન ટેકનિકથી કોઈ વ્યક્તિની ઓળખની પુષ્ટિ કરી શકે છે. તેમણે કહ્યું કે તેના માટે બાયોમેટ્રિક આંકડા અથવા 12 અંકની આધાર સંખ્યાને જાહેર કરવાની જરૂર પડશે નહીં. આધાર જારી કરનારું સંગઠન હવે આ પુષ્ટિકરણ ટેકનિકો માટે જાગૃતિ ફેલાવવાનું અભિયાન ચલાવવાની યોજના બનાવી રહ્યું છે.

Gujarat Government Advertisement

Related posts

ઉત્તર કોરિયા તબાહીના આરે: કોરોનાએ બરબાદ કર્યું અર્થતંત્ર, કિમ જોંગ ઉને કરી આ જાહેરાત

Pritesh Mehta

ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદ: ગંગા નદી પરનો તટબંધ તૂટ્યો, અનેક ગામ થયા પાણીમાં ગરકાવ

Pritesh Mehta

મધ્યપ્રદેશના આ જિલ્લામાં કોરોના કહેર, નવો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ મચાવી રહ્યો છે હાહાકાર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!