GSTV
Gujarat Government Advertisement

ઝારખંડને બદલે મુકેશ અંબાણીના ખાસ પરિમલભાઈ નથવાણી આંધ્રપ્રદેશથી બનશે રાજ્યસભા સાંસદ

Last Updated on March 9, 2020 by Pravin Makwana

રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી આંધ્ર પ્રદેશમાંથી રાજ્યસભાની ચૂંટણી લડશે. આંધ્ર પ્રદેશની વાયએસઆર કોંગ્રેસ સરકારે રાજ્યસભાના ઉમેદવાર તરીકે પરિમલ નથવાણીના નામની સત્તાવાર જાહેરાત કરી છે.

હવે આંધ્રના રસ્તેથી રાજ્યસભા જશે પરિમલ નથવાણી

જે બાદ પરિમલ નથવાણીએ ટ્વીટર પર આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડીનો આભાર માન્યો છે તેમજ આંધ્ર પ્રદેશના પ્રજાજનોની સેવા કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી. અહીં મહત્વનુ છે કે, પરિમલ નથવાણી વર્ષ 2008 અને વર્ષ 2014માં એમ છેલ્લી બે ટર્મથી ઝારખંડથી ચૂંટણી લડી રાજ્યસભાના સાંસદ બન્યા હતા.

ઝારખંડમાં શું છે સ્થિતી

મહાગઠબંધન તરફથી જેએમએમે શિબૂ સોરેનને પોતાના એક ઉમેદવાર તરીકે જાહેરાત કરી દીધી છે. જેમની જીત અત્યારથી પાક્કી થઈ ગઈ છે. જ્યારે બીજો ઉમેદવાર કોંગ્રેસનો હશે, જો કે, તેમની જીતને લઈ અત્યાર કંઈક પણ કહેવુ યોગ્ય ગણાશે નહીં. કોંગ્રેસ પાસે જોઈએ તેટલા ધારાસભ્યો નથી. જો કે, કોંગ્રેસે અત્યાર સુધીમાં પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી. આવી સંકટભરી સ્થિતી ભાજપની પણ છે. જે પોતાના જૂના જોગીના સહારે એક સીટ મળવાની તાક ધરીને બેઠું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ડેલી ડેટા ખતમ થવાની ઝંઝટથી હવે છૂટકારો! Viએ લોન્ચ કર્યો શાનદાર પ્લાન, મન ફાવે તેમ ડેટાનો કરો ઉપયોગ

Zainul Ansari

કોરોનાને આમંત્રણ/ બીજી લહેરથી કઈ નથી શીખ્યા લોકો, ફરી શહેરના એક મોલમાં ઉમટી પડયા લોકો

Pritesh Mehta

લો-ગાર્ડન મનપા માર્કેટના વેપારીઓએ કરી રજૂઆત, ભાડું માફ કરવા કરી માંગ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!